Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રગીત સાથે દેશભક્તિના માહોલમાં કાર્યક્રમઃ
મીઠાપુર તા. ૩: મીઠાપુરની ટાટાકેમ ડી.એ.વી. પબ્લિક સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૨૫-૨૬નો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂ:આત જ્ઞાનના પ્રતીક સમાન દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ટાટા કેમિકલ્સ (મીઠાપુર) ના સી.એમ.ઓ. અને વાઈસ પ્રેસિડન્ટ રિનો રાજ ઉપસ્થિત રહ્યા હતા, તેઓની સાથે સ્થાનિક મેનેજમેન્ટ કમિટીના સભ્યો, મીઠાપુર હાઈસ્કૂલના આચાર્ય અને નૂતન બાલમંદિરના આચાર્ય પણ જોડાયા હતા. ધો. ૫ ના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યાર પછી આચાર્ય આર.કે. શર્માએ વાર્ષિક અહેવાલ રજૂ કરીને વર્ષ દરમ્યાનની સિદ્ધિઓ વર્ણવી હતી.
એલ.કે.જી.થી ધો. ૯ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં થીમેટિક ડાન્સ, ભક્તિમય પ્રસ્તુતિઓ અને પરંપરા, સર્જનાત્મકતા તેમજ સામાજિક જાગૃતિ દર્શાવતા ફયુઝન પર્ફોર્મન્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઈનામ વિતરણ સમારોહમાં ૪૫ સીસીએ એવોર્ડ અને ૩૭ વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. બેંગાલુરૂ:ના કાશીનાથ દ્વારા તેમના પિતાની સ્મૃતિમાં 'ટોપર્સ સ્કોલરશીપ' સ્પોન્સર કરવામાં આવી હતી. તમામ શૈક્ષણિક ટોપર્સને રિનો રાજ અને કાશીનાથ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિશેષ સન્માનમાં ધોરણ ૧૦ના ટોપર્સ માસ્ટર તરૂ:ણ ગુંટલા અને પ્રાચી ૫ંચમતીયાને રૂ:ા. ૧૦ હજારનો સ્કોલરશીપ ચેક એનાયત કરવામાં આવ્યો હતો. ધો. ૧૨ના કોમર્સના વર્ષ ૨૦૨૪-૨૫ના બોર્ડ ટોપર્સ આયુષી શેઠ અને તૃષા મશરૂ: ને રૂ:ા. ૧૦ હજારનો ચેક આપી સન્માનિત કરવામાં આવી હતી. મુખ્ય અતિથિએ પ્રતિષ્ઠિત 'હાઉસ ટ્રોફી'ના વિજેતા તરીકે કૃષ્ણા હાઉસ અને રનરઅપ તરીકે ગંગા હાઉસના નામની જાહેરાત કરી હતી. કાર્યક્રમનું સમાપન જીવંત પરંપરાગત પ્રસ્તૂતિઓ સાથે થયું હતુંં. અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial