ભારતીય શેરબજાર જોખમી તબક્કામાં ઉછાળે સાવધાની૫ૂર્વક વલણ...!!!

તા. ૨૩-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. આ તેજી પાછળનું મુખ્ય કારણ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગેના સકારાત્મક નિવેદન, ઉપરાંત વિદેશી બજારોમાંથી મળેલા પોઝીટીવ સંકેતોએ પણ બજારને ટેકો આપ્યો.

વૈશ્વિક સ્તરે અમેરિકા અને યુરોપના બજારોમાં સકારાત્મક માહોલ અને ટ્રેડ ટેન્શન ઘટવાની આશાએ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હતો, જેનો પ્રભાવ ભારતીય બજાર પર પણ પડ્યો. સાથે જ દેશની આર્થિક સ્થિતિને લઈને આશાવાદ અને આવનારા બજેટ પહેલા સકારાત્મક અપેક્ષાઓથી બજારમાં મજબૂતી જોવા મળી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૮%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૫૫% અને નેસ્ડેક ૦.૮૭% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૪% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૦૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૩૮ અને વધનારની સંખ્યા ૧૭૦૩ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર યુટીલીટી, પીએસયુ બેન્ક, પાવર, રિયલ્ટી અને સર્વિસીસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ।.૧,૬૫,૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૬૮,૦૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૬૫,૮૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૬૯૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૧,૬૭,૩૯૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૩,૩૩,૩૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૩,૩૯,૯૨૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૩,૩૨,૦૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૬૫૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૩,૩૫,૭૧૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી (૧૨૩૦) : ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૧૨૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૧૨૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૧૨૪૪ થી રૂ।.૧૨૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૧૨૫૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એચડીએફસી બેન્ક (૯૨૧) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૯૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૮૯૮ ના સપોર્ટથી આ સ્ટોક ૯૩૩ થી રૂ।.૯૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

કોટક બેન્ક (૪૨૯) : રૂ।.૪૧૪ નો પ્રથમ તેમજ રૂ।.૪૦૯ બીજા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૪૪૩ થી રૂ।.૪૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

બાયોકોન લિ. (૩૭૩) : ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૩૮૪ થી રૂ।.૩૯૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૩૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, રિઝર્વ બેન્કના તાજેતરના બુલેટિન પરથી સ્પષ્ટ થાય છે કે વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ અને નીતિગત અનિશ્ચિતતા વધતી હોવા છતાં ભારતીય અર્થતંત્રની આંતરિક મજબૂતી શેરબજાર માટે લાંબા ગાળે સકારાત્મક સંકેત આપે છે. મજબૂત સ્થાનિક માંગ, સતત ક્રેડિટ ગ્રોથ, કોમર્શિયલ સેક્ટરમાં વધતો નાણાકીય સંસાધનોનો પ્રવાહ અને નિયંત્રણમાં રહેલો ફુગાવો ભારતીય કોર્પોરેટ કમાણી માટે અનુકૂળ માહોલ સર્જે છે. બેન્કિંગ, ફાઇનાન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝમ્પશન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથની દૃશ્યતા વધુ સ્પષ્ટ બનતી જાય છે, જેનાથી ભારતીય શેરબજાર વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે પણ રિલેટિવ આઉટપરફોર્મન્સ જાળવ ી શકે છે. વિદેશી મૂડી પ્રવાહમાં થતી અસ્થિરતા છતાં સ્થાનિક રોકાણકારોની મજબૂત ભાગીદારી બજારને સપોર્ટ આપતી રહેશે.

આગામી સમયમાં ભારતીય શેરબજારમાં ટૂંકા ગાળે વૈશ્વિક ઘટનાઓને કારણે વોલેટિલિટી રહેવાની સંભાવના છે, પરંતુ મધ્યમથી લાંબા ગાળે દિશા હકારાત્મક રહેવાની શક્યતા વધુ છે. સતત ૧૫-૧૬%નો ક્રેડિટ ગ્રોથ, કોર્પોરેટ બોન્ડ ઈશ્યૂમાં વધારો અને એફડીઆઈમાં સુધારાથી કેપેક્સ સાયકલને બળ મળશે, જે ઈકોનોમિક ગ્રોથને ટેકો આપશે. આ પરિસ્થિતિમાં રોકાણકારો માટે ક્વોલિટી સ્ટોક્સ, મજબૂત બેલેન્સશીટ ધરાવતી કંપનીઓ અને સ્થાનિક સ્તરે માંગ પર આધારિત સેક્ટરો પર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ વધુ અસરકારક સાબિત થઈ શકે છે. કુલ મળીને, ભારતીય શેરબજારની ભાવિ દિશા સાવચેત આશાવાદ સાથે તેજી તરફ ઝુકેલી જોવા મળે છે.

 

close
Ank Bandh