Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા નગર૫ાલિકાનું અંધેર તંત્ર...!
ખંભાળીયા તા. ૪: ખંભાળીયા નગરપાલિકાના ખામનાથ પાસેના વિસ્તારનું મેઈન વીજ જોડાણ રામનગર વીજ સબ ડિવિઝનના ડેપ્યુટી ઈજનેર એસ.પી. પરમારે બાકી રકમ હોય, તેથી કાપી નાખતા દોડધામ મચી ગઈ હતી.
માત્ર ૧.૮૦ લાખ રૂપિયાની બાકી રકમમાં આ કનેકશન કાપવામાં આવ્યું હતું. તે અંગે પાલિકાને નાણા નહીં હોવાથી ચીફ ઓફિસર રાહુલ કરમૂર તથા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા આ બાબતે તુરંત જ પીજીવીસીએલના અધિકારીઓ સાથે સંકલન કરીને જોડાણ પૂર્વવત કરાવ્યું હતું. બાકી રકમ ભરવા કાર્યવાહી કરી હતી.
હાલ વોટર વર્કસના બીલ બાકી છે. સ્ટ્રીટલાઈટ તથા અન્ય બીલો નિયમિત રીતે ભરવામાં આવે છે. વોટરવર્કસની અત્યંત ઓછી આવક સામે મહિને લાખોના બીલ ભરવામાં પાલિકાને લોન માંગવી પડી છે. છતાં પણ નજીવા દરે લોકોને પાણી આપવાના દરમાં વધારો કરીને વોટબેંકને નારાજ કરીને કડક પગલા સાથે વિકાસનો પંથ લેવાનું પાલિકાના હોદ્દેદારો કરી શકતા નથી, તે પણ આશ્ચર્ય સાથે ગંભીર બાબત છે...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial