Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના નવાગામ-ટીંબા પાસે એક્સિડન્ટ થતા બાઈક પર જતાં ભાઈ-બહેન ઘવાયા

સુમેર કલબ રોડ પર સ્કૂટરચાલકને અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના સુમેર કલબ રોડ પર દોઢેક મહિના પહેલા સ્કૂટર પર જતા એક યુવાનને બાજુમાંથી સ્કૂટર લઈને પસાર થતાં યુવતીએ ટક્કર મારતા સ્કૂટરચાલક યુવાનને ઈજા થઈ છે. જ્યારે રવિવારે બપોરે ભાણવડના નવાગામ ટીંબા પાસે એક મોટરે બાઈકને ઠોકર મારતા ખંભાળિયા તાલુકાના પ્રૌઢ તથા તેમના બહેન ઘવાયા છે.

જામનગરના ખોજાવાડમાં પીર ચોક પાસે રહેતા મુસ્તાક અસગરભાઈ રૃંઝા નામના યુવાન તા.૧૯ ડિસેમ્બરની સવારે સુમેર કલબ રોડ પર આવેલી એક હોટલ નજીકથી પોતાના જીજે-૧૦-ઈબી ૩૯૬૭ નંબરના સ્કૂટરમાં પસાર થતા હતા.

આ વેળાએ પુરપાટ ઝડપે ધસી આવેલા કાળા રંગના જીજે-૧૦-ઈબી ૫૧૩૮ નંબરના સ્કૂટરના ચાલક વંદનાબેન ગોરજીભાઈ ચૌહાણે પોતાનું સ્કૂટર બેફિકરાઈથી ચલાવી મુસ્તાક રૃંઝાના સ્કૂટરને ટક્કર મારતા રોડ પર પછડાયેલા આ યુવાનને ઈજા થઈ છે. તેઓએ સિટી એ ડિવિઝનમાં વંદનાબેન સામે ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયા તાલુકાના ચોખંડા ગામના આંબરડી વાડી વિસ્તારમાં રહેતા રામાભાઈ જેસાભાઈ ભાટીયા નામના પ્રૌઢ રવિવારે બપોરે ભાણવડ તાલુકાના નવાગામ ટીંબા ગામ પાસેથી જીજે-૩૭-એચ ૧૦૯૫ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે જીજે-૧-આરબી ૪૯૯ નંબરની સેન્ટ્રો મોટરના ચાલકે તેઓને ઠોકર મારી પછાડ્યા હતા. રોંગસાઈડમાં આવેલી મોટરની હડફેટે ચઢેલા રામા ભાઈને બે ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. પાછળ બેસેલા તેમના બહેનને પણ ઈજાઓ પહોંચી છે. ભાણવડ પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક સામે ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh