Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના ગાયક, અભિનેતા, દિગ્દર્શક
અમદાવાદ તા. ૨૪: ગુજરાતી કલા અને નાટ્યજગતને મોટી ખોટ પડી છે. રંગભૂમિના કલાકાર રાજૂ બારોટનું ૭૬ વર્ષની વયે નિધન થયું છે. આથી કલાજગત સહિત રાજ્યમાં શોક છવાયો છે.
ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર રાજૂ બારોટનું ૭૬ વર્ષની વયે હ્ય્દયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. ઉત્તરાખંડના પ્રવાસે હતા ત્યારે આ દુઃખદ ઘટના બની છે. તેમના નિધનના સમાચાર વહેતા થતા જ ગુજરાતી કલા અને નાટ્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
વર્ષ ૧૯૭૭માં દેશની પ્રતિષ્ઠિત સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી સ્નાતક થયેલા રાજૂ બારોટે રાષ્ટ્રીય સ્તરે કારકિર્દી બનાવવાને બદલે ગુજરાતની ધરા પર નાટ્યકલાને જીવંત રાખવાનું પસંદ કર્યું. ફિલ્મોની અનેક આકર્ષક ઓફરો હોવા છતાં, તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ગુજરાતી રંગભૂમિના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું.
તેઓ માત્ર અભિનેતા જ નહીં, પરંતુ એક કુશળ ગાયક અને દિગ્દર્શક પણ હતા. મનુભાઈ પંચોલીની નવલકથા પર આધારિત 'સોક્રેટિસ' જેવા કઠિન નાટકનું મંચન કરવાનું સાહસ તેમણે કરી બતાવ્યું હતું. તેમના યાદગાર નાટકોમાં 'કૈકેયી', 'પરીત્રાણ', 'સૈયા ભયે કોતવાલ' અને 'ડુંગરો ડોલ્યો' જેવા અનેક નાટકોમાં તેમણે દિગ્દર્શનની છાપ છોડી છે. તેમજ'માનવીની ભવાઈ', 'જસમા ઓડન', 'તુઘલક' અને 'લૈલા-મજનૂ' જેવા નાટકોમાં તેમના અભિનયને આજે પણ યાદ કરવામાં આવે છે.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી નાટ્ય ડિપ્લોમા મેળવનાર રાજૂ બારોટને તેમની સેવા બદલ ગુજરાત સરકારનો 'ગૌરવ પુરસ્કાર' અને એનએસડી (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા)નો પ્રતિષ્ઠિત 'બી.વી. કારંત એવોર્ડ' પણ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતના ઘણાં યુવા કલાકારો તેમને પોતાના 'નાટ્ય ગુરુ' માને છે.
મળતી માહિતી પ્રમાણે તેમના પાર્થિવ દેહને આવતીકાલે સાંજ સુધીમાં ઉત્તરાખંડથી અમદાવાદ લાવવામાં આવશે, પરિવારજનો, કલા પ્રેમીઓ અને તેમના પ્રશંસકો તેમને ભારે હૈયે અંતિમ વિદાય આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial