Advertisement
Author: નોબત સમાચાર

ઠેબા બાયપાસ નજીક મોટરમાં સંતાડીને દારૂની ૧૦૮ બોટલ લઈને જતું દંપતી ઝબ્બે

મોટર, દારૂ, મોબાઈલ સહિત પોણા છ લાખનો મુદ્દામાલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના ઠેબા બાયપાસ પાસે ગઈરાત્રે પોલીસે એક મોટરમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ કબજે કરી છે. આ મોટરમાં દરવાજા સહિતની જુદી જુદી જગ્યાએ બોટલ સંતાડીને રાખવામાં આવી હતી. દારૂ, ત્રણ મોબાઈલ, મોટર મળી રૂ।.પોણા છ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે મૂળ જામનગરના એક દંપતીની અટકાયત કરી છે.

જામનગરના મહાપ્રભુજી બેઠક વિસ્તારથી ઠેબા બાયપાસ વચ્ચે ગઈકાલે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ઠેબા બાયપાસથી જામ્યુકોના પાણીના ટાંકા બાજુ જતી એક મોટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે તેવી બાતમી મળતા પોલીસ કાફલો ધસી ગયો હતો.

ત્યાંથી પસાર થતી જીજે-૬-ઈક્યુ ૨૩૧૫ નંબરની વેગનઆર મોટરને રોકી લેવામાં આવી હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાં જુદી જુદી જગ્યાએ સંતાડવામાં આવેલી ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૫૬૪૦૦ની કિંમતનો દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ, મોટર મળી કુલ રૂ।.૫,૮૬,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

આ જથ્થા સાથે મૂળ જામનગરના દિગ્વિજય પ્લોટ-પ૯માં રહેતા અને હાલમાં વાપીમાં વસવાટ કરતા વિનોદ નાનજીભાઈ દામા તથા તેના પત્ની પ્રિયાબેન વિનોદભાઈ દામાની અટકાયત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh