Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ગોકુલનગર ઝોન-બી હેઠળના વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ રહેશે

મુખ્ય પાણીની લાઈન પર કામગીરી કરવાની હોવાથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના ગોકુલનગર ઈએસઆરમાં ફલોમિટર અને વાલ્વની કામગીરી કરવામાં આવનાર હોવાથી બી-ઝોન હેઠળના વિસ્તારમાં આજે તા. ૧૦-૭-૨૬ના પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે તા. ૧૦-૭-૨૬ના શુક્રવારે શહેરના ગોકુલનગર ઈએસઆર/ઝોનની પ્રિમાઈસીસમાં મુખ્ય પાણીની પાઈપલાઈન ઉપર સ્કાડાના ફલોમિટર, વાલ્વ બેસાડવાની કામગીરી કરવાની છે આથી, ગોકુલનગર ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો નવાનગર, મુરલીધરનગર ૧ થી ૩, શીવનગર-ર, ખાખીનગર, રામનગર, સાયોના ગલી ડાબી બાજુ, નારાયણનગર, શ્રૃતિ પાર્ક સોસાયટી, કૈલાશનગર, મોહનનગર, વિજયનગર, સીતારામ સોસાયટી, સોહમનગર, બાલમુકુંદ સોસાયટી, મુરલીધર સોસાયટી, સુભાષનગર, રાજરાજેશ્વરી સોસાયટી, સિદ્ધાર્થનગર, પ્રમુખ પાર્ક, મયુર એવન્યુ, સ્વામિનારાયણ ટાઉનશીપ વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. બીજા દિવસે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા એ પછીના દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh