Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૨,૫૪,૧૦૦નો મુદ્દામાલ ઝબ્બે લેતી એલસીબીઃ
જામનગર તા. ૨: જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં આવેલા એક મકાનમાં સવા મહિના પહેલાં ચોરી થઈ હતી. તેની તપાસમાં એલસીબીએ મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલમાં જામનગરમાં રહેતા દેવીપૂજક શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરાઉ સોના-ચાંદીના દાગીના, રોકડ ઉપરાંત એક મોપેડ તથા હથોડી કબજે કરવામાં આવ્યા છે.
જામનગરના કામદાર કોલોની વિસ્તારની શેરી નં.૩માં રહેતા હીરેનભાઈ કૌશિકભાઈ સોની નામના વિપ્ર આસામીના મકાનમાં ગઈ તા.૨૫ ડિસેમ્બરની સવારથી તા.૨૯ સુધીમાં ઘરફોડ ચોરી થઈ હતી. જેમાં સોના-ચાંદીના દાગીના તથા કબાટમાંથી રૂ।.૧૦ હજાર રોકડા ચોરાઈ ગયા હતા. આ બાબતની બહારથી પરત આવેલા હીરેનભાઈને જાણ થતાં તેઓએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
આ બનાવની તપાસમાં સિટી સી ડિવિઝન પોલીસ સાથે એલસીબીની ટીમ પણ જોડાઈ હતી. જેમાં સ્ટાફના ઘનશ્યામ ડેરવાડીયા, મયુદ્દીન, ભરત ડાંગર, કિશોર પરમારને મળેલી બાતમીના આધારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વડલી ગામના વતની અને હાલમાં જામનગરમાં સાત રસ્તા પાસે સંતોષી માતાના મંદિર નજીક રહેતા સુનિલ ઉર્ફે ખાનભાઈ રાજુ કરશનભાઈ પરમાર નામના દેવીપૂજક શખ્સની દિગ્જામ સર્કલ નજીક ઓવર બ્રિજ નીચેથી જીજે-૧૦-ડીપી ૭૭૧ નંબરના મોપેડ સાથે અટકાયત કરાઈ હતી.
આ શખ્સની પૂછપરછ કરાતા તેણે ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી રૂ।.૧,૮૯,૦૦૦ના સોનાના દાગીના, રૂ।.પ હજારના ચાંદીના દાગીના, રૂ।.૧૦ હજાર રોકડા કાઢી આપ્યા છે. એલસીબીએ રૂ।.૫૦ હજારનું વાહન અને એક હથોડી પણ કબજે કરી છે. આ શખ્સ બંધ મકાનના તાળા તોડીને ચોરી કરવાની આદત ધરાવે છે. આ શખ્સનો કબજો સિટી સી ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial