ચિરવિદાય

જામનગરના નિવૃત્ત કાર્ય૫ાલક ઈજનેર (જીઈબી) દિલીપભાઈ વસંતરાય વ્યાસ (ઉ.વ. ૮૩) તે  ભાનુમતિબેન (નિવૃત્ત, વિકાસગૃહ પ્રાથમિક શાળા) ના પતિ, હસીતભાઈ વ્યાસ (અધિક્ષક ઈજનેર,  પીજીવીસીએલ) (જામનગર) તથા જીગ્નાશાબેન રિતેશભાઈ પંડ્યાના પિતા, દિપાબેન (હરિયા સ્કૂલ)  તથા રિતેશકુમારના સસરા, દુષ્યંતભાઈ તથા દેવાંશુભાઈના મોટાભાઈ, પ્રણવ, પંક્તિના દાદાનું તા.  ૨૯-૦૪-૨૫ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૦૧-૦૫-૨૫ના ગુરૂવારે સાંજે ૫ થી ૬  વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે ગીતા મંદિરમાં, પારસ સોસાયટી, જામનગરમાં રાખવામાં  આવી છે.

જામનગરઃ સ્વ. શાન્તિલાલ વિઠ્ઠલદાસ ડોડીયાની પુત્રી હિરલબેન (ડોલી) આકાશભાઈ કવા (જેતપુર)  (ઉ.વ. ર૮), તે હેમાલીબેન (સુરત), રોહિતભાઈના બહેનનું અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા.  ર-પ-ર૦રપ, શુક્રવારના સાંજે પ થી ૬ વાગ્યા દરમિયાન ભાગેશ્વર મહાદેવ મંદિર, પાણીની ટાંકી  પાસે, શંકરટેકરી, ન્યુજેલ રોડ, પવનચક્કી, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

દ્વારકા નિવાસી જયસુખલાલ હરિદાસ ભાતેલિયા (ઉ.વ. ૮૭), તે અશોક ભાતેલિયા (પત્રકાર), ધર્મેન્દ્ર  ભાતેલિયા (ફોટોગ્રાફર), પ્રજ્ઞાબેન અરવિંદકુમાર પાબારી (ઓખા), પ્રતિમાબેન મોહનલાલ કાનાણી  (લાંબા), ગં.સ્વ. શીલાબેન ઉપેન્દ્રકુમાર પંચમતીયા (મીઠાપુર) ના પિતા તથા વિવેક, નિલકેશના દાદા  તથા બારાઈ (ઓરિસ્સાવાળા) ના જમાઈનું તા. ર૯-૪-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું  અને મોસાળપક્ષની સાદડી તા. ૧-પ-ર૦રપ ના સાંજે ૪.૩૦ થી પ વાગ્યા દરમિયાન મણીબેન  ટાઉનહોલ, હોસ્પિટલ રોડ, દ્વારકામાં રાખવામાં આવી છે.

રાજકોટ નિવાસી અને મૂળ ઓખાના વતની મે. જ્યંતિલાલ ચત્રભૂજ એન્ડ કંપનીવાળા બાબુલાલ  ચત્રભૂજ ભાયાણી (ઉ.વ. ૯૦), તે સ્વ. કાંતિલાલ ભાયાણી, સ્વ. ચુનિલાલ ભાયાણી, સ્વ. જ્યંતીલાલ  ભાયાણીના લઘુબંધુ તથા સ્વ. જગદીશભાઈ ભાયાણી, સુભાષભાઈ ભાયાણી, અનિલભાઈ ભાયાણી,  અશ્વિનભાઈ ભાયાણીના કાકા તથા રાહુલ, હરીન, હર્ષિતના દાદાનું તા. ર૮-૪-ર૦રપ ના અવસાન  થયું છે. સદ્ગતની શોકસભા (સાદડી) તા. ૩૦-૪-ર૦રપ, બુધવારના સાંજે પ થી ૬ વાગ્યા દરમિયાન  કવિ અમૃત ધાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે. સ્કૂલ સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ તથા તા.  ર-પ-ર૦રપ, શુક્રવારના સાંજે પ થી ૬ વાગ્યા દરમિયાન સ્વ. ચુનિલાલ ચત્રભૂજ ભાયાણી સ્મૃતિ હોલ,  લોહાણા મહાજન વાડી, ઓખામાં રાખવામાં આવી છે.

close
Ank Bandh