Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા
જામનગર તા. ૨૭: જામનગર જિલ્લા માહિતી કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા માનસી ધારવીયાએ તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પી.એસ.આઈની પરીક્ષા પાસ કરી પોતાના પરિવાર અને સમાજની સાથે જામનગરનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સફળતા એટલે પણ વિશેષ છે કારણ કે છેલ્લા માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં તેઓએ પોતાની પ્રતિભા પુરવાર કરતા લેબ ટેકનીસીયન, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હવે પી.એસ.આઈ. એમ કુલ ચાર મહત્ત્વની સરકારી પરીક્ષાઓ પાસ કરી છે. નોકરીની જવાબદારીઓ સાથે સતત મહેનત ચાલુ રાખીને મેળવેલી આ શ્રેષ્ઠ સિદ્ધિ બદલ સતવારા સમાજ, પરિવારજનો તેમજ મિત્ર વર્તુળ દ્વારા તેમના પર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial