Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૯૭૧ના યુદ્ધ વખતે થતા બ્લેકઆઉટની યાદ તાજી થઈ ગઈ
ખંભાળીયા તા. ૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા સહિત અંધારપટ દરમિયાન નાગરિકોએ સ્વયંભૂ રીતે લાઈટો બંધ કરી બ્લેક આઉટનો ચૂસ્ત અમલ કર્યો હતો. આ દરમિયાન વયોવૃદ્ધ લોકોેએ વર્ષ : ૧૯૭૧ના સ્મરણો વાગોળ્યા હતા.
સમગ્ર દેશમાં જ્યારે ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ (અંધારપટ) નો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાત્રિના ૮.૦૦ થી ૮.૩૦ કલાક સુધી અંધારપટ પાળી સરકાર દ્વારા નાગરિક સંરક્ષણ અર્થે ઉઠાવેલ આ કદમમાં નાગરિકોએ શિસ્તતા સ્વયંભૂ રીતે લાઈટો બંધ કરી સહકાર આપ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, હવાઈ હૂમલા (એર રેઈડ) દરમિયાન સુરક્ષાની તૈયારી સ્વરૂપે નાગરિકો વિકટ સ્થિતિમાં કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ૧૮ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની "ઓપરેશન અભ્યાસ" મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આ મોકડ્રીલનો હેતુ એ માત્ર લોકોને સતર્ક અને જાગૃત કરવાનો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોએ જાગૃતતા કેળવી સંપૂર્ણ સમર્થન આપી મોકડ્રીલને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતુ.
ગઈકાલે કેન્દ્ર સરકારના મોકડ્રીલના આદેશ પ્રમાણે સમગ્ર રાજ્યમાં પોણો કલાક નકકી સમય અનુસાર બ્લેકઆઉટ (અંધારપટ)ની સ્થિતિ થઈ ત્યારે ૫૪ વર્ષ પહેલા ૧૯૭૧મા ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધના સમયની સ્થિતિ ખંભાળીયાના ૬૦ વર્ષ ઉપરના પ્રૌઢોએ તાજી કરી હતી તથા તે સમયનું વાતાવરણ "બ્લેકઆઉટ" તાજુ કર્યુ હતું.
ખંભાળીયાના ઈલાબેન ચિતરંજન જોશી, કેશોદના મોહનાભાઈ મોકરીયા, ખંભાળીયાના યોગેશભાઈ આચાર્ય, નીતિનભાઈ આચાર્ય, રામભાઈ કછટીયા, હસમુખભાઈ કંસારા સહિતના ૬૦ વર્ષથી ઉપરના લોકોએ પોતાના સમયમાં ૧૯૭૧ના યુદ્ધનો અનુભવ બ્લેકઆઉટમાં વાગોળ્યો હતો.
રાત્રે બ્લેકઆઉટ દરમિયાન બારી દરવાજા બંધ
૧૯૭૧ના યુદ્ધ વખતે દિવસો સુધી ગઈકાલે જે માત્ર પોણો કલાકનો બ્લેકઆઉટ લોકોએ અનુભવ્યો તેવો તે લોકો રોજ અનુભવતા હતા. રોજ સાંજથી જ બજારો બંધ થઈ જતા તથા દુકાનો બંધ થઈ જતી. લોકો ઈમરજન્સીમાં પણ જવાનું થાય ત્યારે પેન્સીલ ટોર્ચ સાથે રાખતા, તે સતત ચાલુ ના રાખવાની. ધરમાં એકાદ નાની લાઈટ રાખવાની અને બારી બારણા બંધ, પ્રકાશ બહાર ન જવો જોઈએ અને રોજ રાત્રે વિમાનો ઉપરથી નીકળતા અને બે વખત તો દ્વારકા જિલ્લામાં પાક. વિમાનો ઘુસી આવેલા પણ સદ્ભાગ્યે બોમ્બ દરિયામાં પડ્યા હતા.
શહેરમાં લોકો વીજળીથી વંચિત હતા તો ગ્રામ્ય વિસ્તારોમાં તો ૯૦% સ્થળે વીજળી જ ન હતી. ફાનસ અને મીણવાટથી બ્લેકઆઉટમાં લોકો ભયભીત થઈને રાત્રિ કાઢતા હતા.
ગઈકાલના બ્લેકઆઉટે આ પ્રૌઢોને ૧૯૭૧ના બ્લેકઆઉટ યાદ કરાવ્યા હતા, જોકે ગઈકાલે પાલિકાની સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગઈ હતી તથા પીજીવીસીએલની પણ લાઈટો પાવર બંધ થઈ ગયો હતો, જેમની પાસે ઈન્વર્ટર સગવડ હતી તેઓ પણ તમામ લાઈટો બંધ રાખીને આ સ્વૈચ્છિક બ્લેકઆઉટની મોકડ્રીલમાં જોડાયા હતા તથા યુદ્ધની પૂર્વ તૈયારીનો અનુભવ કર્યો હતો. દ્વારકાના ઓખા તથા ખંભાળીયાના વાડીનારમાં વિશેષ આયોજન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial