Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગીરા ચેટીંગ કરતા પરિવાર પાસે પકડાઈ હતીઃ
જામનગર તા. ૩૦: જામનગરના સિક્કા ગામના એક શખ્સ સામે બે સપ્તાહ પૂર્વે એક સગીરાની જાતીય સતામણી અંગે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. આ આરોપીની ચાર્જશીટ પહેલાં જ જામીનમુક્તિ ફરમાવાઈ છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રી ગઈ તા.૧૦ની રાત્રે પોતાના ઘરમાં એક ઓરડામાં મોબાઈલમાં કંઈક કરતી હતી તેનો અવાજ તેના પરિવારને આવતા દોડી ગયેલા પરિવારજનોએ આ સગીરાની પૂછપરછ કરતા તેણી વોટ્સએપ તથા સ્નેપચેટમાં સિક્કાના જ અહેમદ સુલેમાન સાટી સાથે ચેટ કરતી હોવાનું ખૂલ્યું હતું.
આ સગીરાએ છેલ્લા સવા બે વર્ષથી અહેમદના પરિચયમાં હોવાનું અને અહેમદે કેટલાક ફોટા તથા વીડિયો મોકલાવ્યાનું અને પોતે પણ ફોટા મોકલાવ્યાનું જણાવતા પરિવારજનોએ પોલીસ મથકે દોડી જઈ અહેમદ સુલેમાન સાટી સામે પોક્સો એક્ટ તથા બીએનએસની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત ગુન્હામાં પોલીસે આરોપી અહેમદ સુલેમાનની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો. આ આરોપીએ જામીનમુક્ત થવા જામનગરની અદાલતમાં અરજી કરતા અદાલતે આરોપીના વકીલ અબરારઅલી એ. ઘોરી, રાજન કોઠીયાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની ચાર્જશીટ પહેલા જ જામીનમુક્તિ ફરમાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial