Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રનું નિવેદન નોંધાયંુ:
જામનગર તા. ૩૦: કાલાવડના મકરાણી સણોસરા ગામના યુવાનને હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે મૃતકના પુત્રનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં વસવાટ કરતા જયંતિભાઈ ચનાભાઈ રાઠોડ (ઉ.વ.પ૪) નામના યુવાન સવારે પોતાના ઘરે હતા. ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
આ યુવાનને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબે હૃદયરોગનો હુમલો આવી જતાં જયંતિભાઈનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કરતા તેમના પુત્ર સાવનભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial