Advertisement
Author: નોબત સમાચાર

સેન્સેક્સમાં પ્રારંભે જ ૪ર૦૦ પોઈન્ટનો ઉછાળોઃ ઈન્ટ્રા ડે તેજી, નિફ્ટી પણ જોરમાં

ભારત પર ટેરિફ ૧૮ ટકા કરવાની ટ્રમ્પની જાહેરાતને માર્કેટે વધાવીઃ તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં: ઈન્વેસ્ટરો ખુશખુશાલઃ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૩: ગઈકાલે ટ્રમ્પે ભારત પર ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કરતા તેની અસર સકારાત્મક રીતે શેરમાર્કેટ પર પડી હતી અને પ્રારંભથી જ સેન્સેક્સ તથા નિફ્ટીમાં ઉછાળો આવ્યો હતો, જે મધ્યાહન સુધી જળવાઈ રહેલો જોવા મળ્યો છે.

આજે અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે વેપાર કરાર તથા ટેરિફ ઘટાડા અંગે થયેલી વાતચીતથી ભારતીય બજાર તેજીમાં હતું. રેકોર્ડ વધારા સાથે ખુલ્યું હતું.

માર્કેટ ખૂલતા જ સેન્સેક્સ ૪,ર૦૦ પોઈન્ટ ઉછળ્યો, જેનાથી બીએસઈનું માર્કેટ કેપ વધ્યું. સોમવારે બંધ સમયે રૂ।. ૪,પપ,૦૩,૮૭૭.૩ર કરોડનું માર્કેટ કેપ આજે બંધ સમયે રૂ।. ૪,૭૮,૧ર,૦૧૭.૯૬ કરોડ થયું, જેનાથી રોકાણકારોને એક જ સમયે રૂ।. ર૩ લાખ કરોડ મળ્યા. મધ્યાહને પણ બજારમાં તેજી ચાલુ છે. આ લખાય છે ત્યારે બજારનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૮૩,૬૭૭ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ રપ,૬૯ર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ રપ૪૬ તો નિફ્ટી ૭ર૪ અપ છે.

શેરબજારમાં તેજીથી છેલ્લા કેટલાક મહિનાઓની અનિશ્ચિતાનો અંત આવે તેવી અપેક્ષા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટ્રમ્પના ટેરિફને કારણે બજાર દબાણ હેઠળ હતું. રિયલ્ટી, ઓટો અને આઈટી શેરમાં મહત્તમ ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ લગભગ પાંચ ટકા વધ્યો છે. આઈટી અને ઓટો ઈન્ડેક્સ ૪ ટકા વધ્યો છે. નિફ્ટી મેટલ, ફાર્મા, હેલ્થકેર અને બેંક ઈન્ડેક્સ લગભગ ૩ ટકા વધ્યા છે. નિફ્ટી પ૦ ના ૪૬ શેર વધ્યા છે અને ૪ ઘટ્યા છે.

આજે શરૂઆતના કારોબારમાં શેરબજારમાં વ્યાપક તેજી જોવા મળી હતી. જેમાં તમામ મુખ્ય ક્ષેત્રિય નિફ્ટી સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતાં. રિયલ એસ્ટેટ શેરો સૌથી વધુ ઉત્સાહિત હતાં, જેમાં નિફ્ટી રિયલ્ટી ઈન્ડકેસ ૪ ટકાથી વધુ વધ્યો હતો અને આ પેકમાં અગ્રણી રહ્યો હતો. ઓટો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી અને મેટલ શેરોમાં પણ મજબૂત ખરીદી જોવા મળી હતી. બેંન્કીંગ શેરોએ પણ બજારને ટેકો આપ્યો હતો. નિફ્ટી પ્રાઈવેટ બેંક લગભગ ૩ ટકા વધ્યો હતો, અને નિફ્ટી બેંક ર.પ ટકાથી વધુ વધ્યો હતો, જે રોકાણકારોમાં જોખમ લેવાના મૂડને દર્શાવે છે.

ઉલ્લેખનિય છે કે, મહિનાઓ સુધી વાટાઘાટો પછી આખરે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે. ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત કરી, જે પછી બન્ને નેતાઓએ સોશિયલ મીડિયા પર ટ્રેડ ડીલ અંગે જાહેરાત કરી. અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ભારત હવે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે, જેથી યુક્રેન યુદ્ધ રોકવામાં મદદ મળશે.

બીજી તરફ તેમણે બજો એક દાવો એવો પણ કર્યો કે ભારતમાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરાશે. એનર્જી, ટેકનિક, કૃષિ સહિતના સેક્ટરમાં અમેરિકાની વસ્તુઓ માટે ભારતના માર્કેટના દરવાજા ખોલવામાં આવશે.

ટ્રમ્પનો દાવો છે કે અમેરિકાની પ૦૦ અબજ ડોલરની વસ્તુઓ ભારતમાં વેંચાશે.

ટ્રેડ ડિલ અંગે ટ્રમ્પની સાથે વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. જો કે, તેમણે તેમના નિવેદનમાં ક્યાંય ભારત રશિયાથી ઓઈલ નહીં ખરીદે તેવી કોઈ પુષ્ટિ કરી નથી. કૃષિ પ્રોડક્ટ્સને લઈને પણ તેમણે કોઈ પુષ્ટિ નથી કરી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh