Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એડીઆરના રિપોર્ટથી સૌનુ ધ્યાન ખેંચાયુઃ હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગૂન્હા પણ નોંધાયા
નવી દિલ્હી તા. ૩: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ દેશના વર્તમાન મહિલા સાંસદો અને ધારાસભ્યો પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. એડીઆરના વિશ્લેષણ મુજબ, દેશભરમાં ૧૭ મહિલા સાંસદો અને ધારાસભ્યો છે જેમણે પોતાને અબજોપતિ જાહેર કર્યા છે, જ્યારે તેમાંથી ૨૮% મહિલા સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. ૧૭ અબજોપતિ સાંસદો અને ધારાસભ્યોમાં લોકસભામાં ૭૫ મહિલા સાંસદોમાંથી છ, રાજ્યસભામાં ૩૭ મહિલા સાંસદોમાંથી ત્રણ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં ૪૦૦ મહિલા ધારાસભ્યોમાંથી આઠનો સમાવેશ થાય છે.
વર્તમાન ૫૧૩ મહિલા સાંસદો અને ધારાસભ્યોમાંથી ૫૧૨ દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાના આધારે, અહેવાલમાં જણાવાયું છે કે ૧૪૩ અથવા ૨૮%એ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. આમાંથી, ૭૫ લોકસભા મહિલા સાંસદોમાંથી ૨૪ (૩૨%), ૩૭ રાજ્યસભા મહિલા સાંસદોમાંથી ૧૦ (૨૭%) અને ૪૦૦ મહિલા ધારાસભ્યોમાંથી ૧૦૯ (૨૭%) (તમામ રાજ્ય વિધાનસભાઓ/કેન્દ્રશાસિત પ્રદેશો) એ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ૭૮ મહિલા સાંસદો (૧૫%) સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં હત્યાનો પ્રયાસ અને હત્યાનો પણ સમાવેશ થાય છે. આમાંથી, લોકસભાની ૭૫ મહિલા સાંસદોમાંથી ૧૪ (૧૯%), રાજ્યસભાની ૩૭ મહિલા સાંસદોમાંથી ૭ (૧૯%) અને ૪૦૦ મહિલા ધારાસભ્યોમાંથી ૫૭ (૧૪%) (તમામ રાજ્ય વિધાનસભાઓ/કેન્દ્રશાસિત પ્રદેશો) એ પોતાની સામે ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે. ગુનાહિત રેકોર્ડ ધરાવતી મહિલા સાંસદોનું પ્રમાણ ખાસ કરીને કેટલાક રાજ્યોમાં વધારે છે.
આ રિપોર્ટ મુજબ, ગોવાના ત્રણમાંથી બે મહિલા સાંસદો/ધારાસભ્યો (૬૭%), તેલંગાણાના ૧૨માંથી ૮ મહિલા સાંસદો/ધારાસભ્યો (૬૭%), આંધ્રપ્રદેશના ૨૪માંથી ૧૪ મહિલા સાંસદો/ધારાસભ્યો (૫૮%), પંજાબના ૧૪માંથી ૭ મહિલા સાંસદો/ધારાસભ્યો (૫૦%), કેરળના ૧૪માંથી ૭ મહિલા સાંસદો/ધારાસભ્યો (૫૦%) અને બિહારના ૩૫માંથી ૧૫ મહિલા સાંસદો/ધારાસભ્યો (૪૩%) એ તેમના સોગંદનામામાં પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે તેલંગાણાના ૧૨ મહિલા સાંસદો/ધારાસભ્યોમાંથી પાંચ (૪૨%), આંધ્રપ્રદેશના ૨૪ મહિલા સાંસદો / ધારાસભ્યોમાંથી ૯ (૩૮%), ગોવાના ૩ મહિલા સાંસદો / ધારાસભ્યોમાંથી ૧ (૩૩%), બિહારના ૩૫ મહિલા સાંસદો / ધારાસભ્યોમાંથી ૯ (૨૬%), મેઘાલયના ૪ મહિલા સાંસદો / ધારાસભ્યોમાંથી ૧ (૨૫%), પંજાબના ૧૪ મહિલા સાંસદો / ધારાસભ્યોમાંથી ૩ (૨૧%) અને કેરળના ૧૪ મહિલા સાંસદો / ધારાસભ્યોમાંથી ૩ (૨૧%) એ પોતાના સોગંદનામામાં પોતાની સામે ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે.
પક્ષની દૃષ્ટિએ, ભાજપ પાસે સૌથી વધુ મહિલા ધારાસભ્યો (૨૧૭) છે, જેમાંથી ૨૩% મહિલા ધારાસભ્યો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને ૧૧% મહિલા ધારાસભ્યો ગંભીર આરોપોનો સામનો કરી રહૃાા છે. કોંગ્રેસમાં આ પ્રમાણ વધારે છે, જ્યાં તેના ૮૩ મહિલા ધારાસભ્યોમાંથી ૩૪% સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને ૨૦% સામે ગંભીર આરોપો છે.
તેલુગુ દેશમ પાર્ટીના ૨૦ મહિલા ધારાસભ્યોમાંથી, ૬૫% સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને ૪૫% સામે ગંભીર કેસ નોંધાયેલા છે. આમ આદમી પાર્ટીના ૧૩ મહિલા ધારાસભ્યોમાંથી, ૬૯% સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને ૩૧% સામે ગંભીર આરોપો છે.
એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ અને નેશનલ ઇલેક્શન વોચએ જણાવ્યું હતું કે, તેમની નાણાકીય પળષ્ઠભૂમિના આધારે, તમામ ૫૧૨ મહિલા સાંસદો અને ધારાસભ્યોની કુલ જાહેર સંપત્તિ રૂ.૧૦,૪૧૭ કરોડ છે, જેમાં દરેક ધારાસભ્યની સરેરાશ સંપત્તિ રૂ.૨૦.૩૪ કરોડ છે. આંધ્રપ્રદેશમાં સૌથી વધુ ૨૪ ધનિક મહિલા ધારાસભ્યો છે જેમણે તેમની સરેરાશ સંપત્તિ ૭૪.૨૨ કરોડ રૂપિયા જાહેર કરી છે.
૧૮મી લોકસભામાં ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મહિલા સાંસદો છે. કેરળ એકમાત્ર એવું મોટું રાજ્ય છે જ્યાં કોઈ મહિલા સાંસદ નથી. મહિલા ઉમેદવારોની જીતની%વારી પુરુષ ઉમેદવારો કરતાં વધુ હતી. ૮૦૦ મહિલા ઉમેદવારોમાંથી ૭૪ (૯.૩%) ચૂંટણી જીતી, જ્યારે ૭,૫૫૪ પુરુષ ઉમેદવારોમાંથી ૪૬૯ (૬.૨%) ચૂંટાયા. પશ્ચિમિ બંગાળમાં સૌથી વધુ ૧૧ મહિલા સાંસદો છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ૭, મહારાષ્ટ્રમાં ૭ અને મધ્યપ્રદેશમાં ૬ મહિલા સાંસદો છે.
રિપોર્ટ મુજબ લોકસભાના ૭૫ મહિલા સાંસદોમાંથી ૩૨% એટલે કે ૨૪, રાજ્યસભાનાં ૩૭ માંથી ૧૦ એટલે કે ૨૭% અને ૪૦૦ મહિલા ધારાસભ્યોમાંથી ૧૦૯ એટલે કે ૨૭%નો ૧૪૩ મહિલા સાંસદો અને ધારાસભ્યોમાં સમાવેશ થાય છે. આ સિવાય કુલ ૭૮ મહિલા સાંસદો-ધારાસભ્યો પર હત્યા અને હત્યાના પ્રયત્ન જેવા ગંભીર ક્રિમિનલ આરોપોનો સામનો કરી રહૃાાં છે, તેમાં લોકસભાનાં ૧૪(૧૯%), રાજ્યસભાનાં ૭ (૧૯%) અને ૫૭ મહિલા ધારાસભ્યો સામે ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.
રિપોર્ટ મુજબ કેટલાક રાજ્યોમાં ક્રિમિનલ રેકોર્ડ ધરાવતાં મહિલા સાંસદોની સંખ્યા ઘણી વધુ છે. બિહાર સંભવતઃ સૌથી વધુ ૧૫ મહિલા સાંસદો-ધારાસભ્યો સાથે આ યાદીમાં ટોચ પર છે. બિહારમાં ૩૫માંથી ૧૫ મહિલા સાંસદો-ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ છે.
પક્ષની દૃષ્ટિએ જોવામાં આવે તો ભાજપમાં સૌથી વધુ કુલ ૨૧૭ મહિલા સાંસદો છે, જેમાંથી ૨૩% સામે ક્રિમિનલ કેસ છે. કોંગ્રેસમાં કુલ ૮૩ મહિલા સાંસદો-ધારાસભ્યોમાંથી ૩૪% પર ક્રિમિનલ કેસ છે. એ જ રીતે ટીડીપીમાં ૬૫%, આમ આદમી પાર્ટીમાં ૬૯% સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.
દેશમાં કુલ ૫૧૨ મહિલા સાંસદો અને ધારાસભ્યોની કુલ જાહેર સંપત્તિ રૂ. ૧૦,૪૧૭ કરોડ છે, જેમાં પ્રત્યેક મહિલા નેતાની સરેરાશ સંપત્તિ રૂ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial