Advertisement
Author: નોબત સમાચાર

વિદ્યા જ્ઞાનના દેવી સસ્વતીની પ્રાદુર્ભાવનો દિવસ

આજે વસંતપંચમી

                                                                                                                                                                                                      

મહા સુદ પંચમી એટલે વસંત પંચમીના દિવસથી વસંત ઋતુનો પ્રારંભ થાય છે, જેને નિસર્ગનો ઉત્સવ પણ કહે છે. આ દિવસ વિદ્યા અને જ્ઞાનના દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવનો દિવસ ગણાય છે.

મૂળ પ્રકૃતિ, સૃષ્ટિની રચના કરવા માટે મા દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી અને સાવિત્રી એમ પાંચ રૂપમાં વિભાજીત થઈ, જેમાં માઁ સરસ્વતી રાધા દેવીના ચહેરામાંથી ઉતરાણ થયા છે. માઁ સરસ્વતીની કૃપાથી મંદબુદ્ધિ પણ પંડિત બની જાય છે, અને અબુધ વ્યક્તિ પણ બુદ્ધિમાન બની જાય છે. સરસ્વતી માતાજીની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે વસંત પંચમી ઉત્તમ દિવસ ગણાય છે. વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાની શરૂઆત આ દિવસથી કરી શકે છે. વિદ્યાના કારક ગુરુ છે અને ગુરુ પીળા રંગથી પ્રસન્ન થાય છે. આ દિવસે માતા સરસ્વતીને પીળા રંગના વસ્ત્ર ધારણ કરી પૂજા આરાધના કરવાનું મહત્ત્વ છે. વિશેષમાં માતાને પીળા ફૂલો, પીળા રંગના કેસર મિશ્રિત પ્રસાદી ધરવાનું પણ માત્મ્ય છે.

વર્ષ દરમિયાન આવતા મહત્ત્વના મુહૂર્તમાં વસંત પંચમીને વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે. આ દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો, લગ્ન, વેવિશાળ, ગૃહ પ્રવેશ, વાસ્તુ, વિદ્યાનો પ્રારંભ જેવા શુભ કાર્યો કરી શકાય છે. આવા કોઈપણ શુભકાર્યો કરવા આ દિવસે પંચાંગ કે મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી.

ઋતુકાળ મુજબ આ દિવસથી વસંત ઋતુનો પ્રારંભ થતો હોય, પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય, તેમ રંગબેરંગી ફૂલોનો અપ્રતિમ નજારો જોવા મળે છે. વસંતમાં ફૂલ ગુલાબી ઠંડીથી મનને પ્રસન્નતા મળે છે. વસંત ઋતુમાં સરળતા, સહજતા તથા નિખાલસતા છે. આથી જ ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે કે ઋતુઓમાં હું વસંત છું, કવિઓ પણ વસંત ઋતુને યોવન ગણાવે છે. ખરા અર્થમાં વસંત ઋતુ એટલે ભારતવર્ષનો વેલેન્ટાઈન દિવસ આપણા મનમાં પ્રેમની સ્ફુરણા થાય છે. પ્રેમની અભિવ્યક્તિ રજૂ કરવા માટે કુદરતે આપેલો ખૂબ સરસ સમય એટલે વસંત.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh