Advertisement
Author: નોબત સમાચાર

પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ કબુલ્યુ કે, ત્રણ દાયકા સુધી પાકિસ્તાને આતંકીઓને ઉછેર્યા

પાક.ના રક્ષામંત્રી પછી હવે

                                                                                                                                                                                                      

ઈસ્લામાબાદ તા. ૨: પાકિસ્તાનના રક્ષણમંત્રી ખ્વાજા આસિફ પછી પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ કબુલ્યુ આતંકીઓને ઉછેરીને ભૂલ કરી છે.

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ થોડા દિવસ પહેલા ભારતને ધમકી આપી હતી. સિંધુ જળ કરારને રોકવા બાબતે બિલાવલે કહૃાું હતું કે, સિંધુ નદીમાં જો પાણી નહીં વહે તો તેમાં લોહી વહાવી દઇશું. તેમની આ ટિપ્પણીની ખૂબ જ ટીકા થઈ હતી.

જોકે, આ દરમિયાન તેમણે એક એવું કબૂલનામું કર્યું, જેણે પાકિસ્તાનના ગુનાઓને આખી દુનિયા સામે ઉજાગર કરી દીધા છે. બિલાવલ ભુટ્ટોએ સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના એ કબૂલનામાને સાચું જણાવ્યું, જેમાં તેમણે કહૃાું હતું કે, 'પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરે છે. અમે આશરે ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આ કામ કર્યું છે. અમને આતંકવાદીઓને પાળવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.'

એક ઈન્ટરવ્યુમાં વાત કરતા સમયે બિલાવલે કહૃાું કે, 'જ્યાં સુધી સંરક્ષણ મંત્રીની વાત છે. મને નથી લાગતું કે, એમાં કોઈ રહસ્ય છે કે પાકિસ્તાનનો એક ઈતિહાસ રહૃાો છે. તેનું પરિણામ આપણને ભોગવવું પડ્યું છે. આપણે ત્યાં કટ્ટરતાની લહેર પેદા થઈ. પરંતુ, હવે આપણે થોડા પાઠ પણ ભણ્યા છે. આપણે આ સમસ્યાનો સામનો કરવા માટે અમુક આંતરિક સુધારા પણ કર્યા છે.

 એ હકીકત છે કે, પાકિસ્તાનનો એક કટ્ટરતાનો ઈતિહાસ રહૃાો છે, જેને નકારી ન શકાય. પરંતુ, હવે આપણે તેનાથી આગળ નીકળી ગયા છીએ.'

પાકિસ્તાનના ઈતિહાસ વિશે વાત કરતા તેમણે કહૃાું કે, આ ગઈકાલ જ છે. આજના નિર્ણય આપણા કાલથી પ્રભાવિત નથી. એ વાત સાચી છે કે, તે આપણી દુર્ભાગ્યપૂર્ણ કાલ હતી. હવે પાકિસ્તાને આતંકવાદનો સામનો કરવા યોગ્ય પગલા લીધા છે અને તેની અસર પણ જોવા મળે છે.'

ખ્વાજા આસિફને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તમે માનો છો કે, પાકિસ્તાનનો આતંકવાદનું સમર્થન કરવા, ટ્રેનિંગ અને ફંડિગ આપવાનો ઈતિહાસ રહૃાો છે?

પ્રશ્નનો જવાબ આપતા ખ્વાજા આસિફે કહૃાું હતું કે, 'પાકિસ્તાને લગભગ ત્રણ દાયકા સુધી આ ગંદુ કામ અમેરિકા માટે કર્યું છે. પશ્ચિમી દેશો અને બ્રિટન માટે પણ આવું જ કર્યું છે. આ આપણી ભૂલ હતી અને તેનું પરિણામ ભોગવી રહૃાા છીએ. આ જ કારણ છે કે, આજે તમે મને આવો પ્રશ્ન કરી રહૃાા છો. જો આપણે સોવિયત સંઘ સામે ચાલી રહેલા યુદ્ધમાં ભાગ ન લીધો હોત અમે ૯/૧૧ હુમલા બાદ અમેરિકાનો સાથ ન આપ્યો હોત તો આપણી કહાણી કંઈક અલગ હોત.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh