Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૨ ફેબ્રુઆરી, સોમવાર અને મહા વદ એકમનું રાશિફળ

વૃષભ સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવે. મહત્ત્વના નિર્ણય લઈ શકાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, આપે સાવધાની રાખવી પડે. નાણાકીય લેવડ-દેવડમાં  સાચવવું

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૮-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ધીરે ધીરે  ઉકેલ આવતા રાહત જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૪

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં ઉપરીવર્ગ, સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના  કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૫

 

Leo (સિંહ: મ-ટ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં રૂકાવટનો  અનુભવ થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી  થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૬

 

Libra (તુલા: ર-ત)

સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા જણાય.  ખર્ચ-ખરીદી થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામકાજમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત  થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય.  યાત્રા-પ્રવાસ થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૪

 

Capricorn (મકર: ખ-જ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૭

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને.  દોડધામ-શ્રમ રહે.

શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૩-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી  જાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh