Advertisement
Author: નોબત સમાચાર

નર્મદા શ્રમ અને સેવા શિબિર યોજાશે

તા. ૩-ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશેઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૩૦: રાજયના કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે અને નર્મદા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા 'નર્મદા શ્રમ અને સેવા શિબિર' આયોજીત થનાર છે. શિબિરમાં ભાગ લેવા ઈચ્છુક ૧પ થી ૩પ વર્ષની વયના યુવક-યુવતીઓ આ શિબિરમાં ભાગ લઈ શકશે. જે માટે માતા-પિતાની મંજૂરી સાથેનો લેટર, ફીટનેસ સર્ટીફિકેટ, રમત-ગમત કે કલાક્ષેત્રે કોઈ સિદ્ધિ મેળવી હોય તે અને અભ્યાસની વિગતો ફોર્મમાં જોડીને તા. ૩-ર-ર૦ર૬ સુધીમાં જિલ્લા યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી રૂમ નં. ર૧૭, બીજો માળ, જિલ્લા સેવાસદન, રાજપીપળા, જિલ્લો નર્મદામાં સાદા કાગળ ઉપર તથા નિયત નમૂના ફોર્મમાં અરજી કરીને મોકલવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં, તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh