Advertisement
Author: નોબત સમાચાર

પ્રવાસન વિકાસ માટે રૂ. ૯૩ લાખ અને વનકવચ યોજના માટે રૂ. રપ લાખ વપરાશે

સ૫ડાના ગણપતિ મંદિર પાસે ૪૦ લાખના ખર્ચે પૂરસંરક્ષણ દીવાલનું ખાતમુહૂર્ત

                                                                                                                                                                                                         

સપડાના ગણપતિ મંદિર પાસે રૂ. ૪૦ લાખના ખર્ચે પૂરસંરક્ષણ દીવાલના કામનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે થયું હતું. આ તકે જણાવાયું હતું કે, પ્રવાસન વિકાસ માટે પ્રથમ તબક્કામાં ૯૬ લાખ અને વનકવચ યોજના હેઠળ રૂ. રપ લાખ ફાળવાયા છે. કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે સપડાના ગણપતિ મંદિર પાસે પૂરસંરક્ષણ દીવાલનું ખાતમુહૂર્ત થયું હતું. આ તકે જણાવાયું હતું કે પ્રવાસન વિકાસ માટે પ્રથમ તબક્કામાં રૂ. ૯૩ લાખ અને વનકવચ યોજના હેઠળ રૂ. રપ લાખની ફાળવણી થઈ છે. અંદાજિત રૂ. ૪૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર આ પુરસંરક્ષણ દીવાલનું કામ થવાથી ગણપતિજી મંદિરના પ્રાંગણમાં ભારે વરસાદથી થતું નુક્સાન અટકાવી શકાશે તથા પ્રવાસનની સલામતીને ધ્યાને રાખીને સુવ્યવસ્થિત વિકાસ થશે. આ પ્રસંગે મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ધાર્મિક તથા પ્રવાસન સ્થળોનો વિકાસ થાય તે દિશામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર કટિબદ્ધ છે. હાલારમાં હયાત પ્રવાસન સ્થળોનો વિકાસ થાય તથા વધુમાં વધુ લોકો આ સ્થળોની મુલાકાત લે તે માટે વિકાસના કામો ચાલુ વર્ષના બજેટમાં પણ મંજુર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં મંત્રી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, ધરાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અગ્રણી વિનોદભાઈ ભંડેરી, જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ બોરસદિયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, અગ્રણી રમેશભાઈ મુંગરા અને પ્રકાશભાઈ ડાંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh