Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓલી અને ને૫ાળી કોંગ્રેસનો સફાયોઃ
કાઠમંડુ તા. ૬: કાઠમંડુ, તા.૬: નેપાળના રાજકીય આકાશમાં એક નવો સૂરજ ઊગી રહૃાો હોય તેવા સંકેતો મળી રહૃાા છે. શરૂઆતના વલણોમાં પૂર્વ રેપર અને કાઠમંડુના લોકપ્રિય નેતા બાલેન શાહની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી એ જે રીતે લીડ મેળવી છે, તેણે રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. અત્યાર સુધીના આંકડા મુજબ આરએસપી ૨૩ બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે નેપાળી કોંગ્રેસ અને સીપીએન-યુએમએલ જેવી દિગ્ગજ પાર્ટીઓ માંડ ૩-૩ બેઠકો પર સંઘર્ષ કરતી દેખાય છે. આ પરિણામો માત્ર આંકડા નથી, પરંતુ નેપાળના એ યુવા મતદારોનો આક્રોશ છે જેઓ વર્ષોથી ચાલી આવતી અસ્થિરતા અને ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે.
ગયા વર્ષે નેપાળમાં જે રીતે હિંસક વિરોધ પ્રદર્શનો થયા અને સત્તાપલટો જોવા મળ્યો, તેના પડઘા અત્યારે બેલેટ બોકસમાં સ્પષ્ટ સંભળાઈ રહૃાા છે. કેપી શર્મા ઓલી જેવા દિગ્ગજ નેતાઓ પોતાની પરંપરાગત બેઠકો બચાવવા માટે મથામણ કરી રહૃાા છે, જે દર્શાવે છે કે જનતાએ હવે સ્ટેટસ કવો એટલે કે યથાવત સ્થિતિને નકારી દીધી છે. બાલેન શાહના નેતૃત્વમાં આરએસપી એ સુશાસન, ટેકનોલોજી આધારિત વહીવટ અને ભત્રીજાવાદના અંતના જે વચનો આપ્યા હતા, તેને જનતાએ ખુલ્લા હાથે સ્વીકાર્યા હોય તેમ જણાય છે.
આ ચૂંટણી માત્ર નેપાળ માટે જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા માટે મહત્ત્વની છે. ભારત અને ચીન બંને દેશો આ બદલાતા રાજકીય પ્રવાહ પર નજીકથી નજર રાખી રહૃાા છે. જો બાલેન શાહની પાર્ટી અંતિમ પરિણામોમાં પણ આ જ રીતે આગળ રહેશે, તો નેપાળની વિદેશ નીતિ અને આર્થિક સુધારાના એજન્ડામાં આમૂલ પરિવર્તન આવવાની શક્યતા છે. શુક્રવાર સાંજ સુધીમાં જ્યારે ચિત્ર એકદમ સ્પષ્ટ થશે, ત્યારે કદાચ નેપાળના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ બિન-પરંપરાગત શકિત સત્તાના કેન્દ્રમાં હશે.
અંતિમ ગણતરીના કલાકો જેમ જેમ નજીક આવી રહૃાા છે, તેમ તેમ કાઠમંડુની સડકો પર બાલેન શાહના નારા ગુંજી રહૃાા છે. યુવા મતદારો તેને પોતાના મસીહા તરીકે જોઈ રહૃાા છે જે જૂના અને નિષ્ફળ ગયેલા રાજકારણીઓના પ્રભાવમાંથી દેશને મુકત કરાવશે. આ વલણોએ સાબિત કરી દીધું છે કે નેપાળની જનરલ-ઝેડ પેઢી હવે માત્ર પ્રેક્ષક બનીને રહેવા માંગતી નથી, પરંતુ સત્તાની લગામ પોતાના હાથમાં લેવા તૈયાર છે. આવતીકાલનો સૂર્યોદય નેપાળ માટે એક નવા રાજકીય સવારની આશા લઈને આવશે.
અંતિમ સમાચાર પ્રમાણે બાલેનશાહની પાર્ટી ૫૫ બેઠકો પર આગળ ચાલી રહી છે. જયારે ગગનકુમાર થાયાની નેપાળી કોંગ્રેસ આઠ બેઠકો, કે.પી. શર્મા ઓલીની સીપીએન-યુએમએલ માત્ર ચાર બેઠકો તેમજ પુષ્પ કમલ દહાલ પ્રચંડની નેપાળી કોમ્યુનીટી પાર્ટી બે બેઠકો પર નજીવી સરસાઈ સાથે આગળ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial