Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે હવામાન ખાતાનું ૪ જિલ્લામાં એલર્ટઃ
અમદાવાદ તા. ર૧: રાજ્યના ૧૪૧ તાલુકામાં છેલ્લા ર૪ કલાક દરમિયાન સાડાત્રણ ઈંચ સુધી વરસાદ થયો છે, જ્યારે ર૦૭ જળાશયોમાં ૬૦ ટકા જળસપાટી નોંધાઈ છે, જ્યારે ર૮ ડેમ છલકાયા છે.
છેલ્લા ર૪ કલાકમાં એટલે કે રવિવારે સવારે ૬ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રાજ્યના ૧૪૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સાડાત્રણ અને જામનગરના જોડિયામાં સવાત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે જૂનાગઢ શહેર, વલસાડના વાપી અને ઉમરગામ સાથે કચ્છના ભચાઉમાં બે ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં એક-બે ંઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા આજે જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ઝાપટાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ઝડપ ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિકલાક રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા ર૬ જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક રીતે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલનું ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન પરનું ડિપ્રેશન પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધીને વેલમાર્ક લો પ્રેસરમાં બદલાયું છે. મોનસુન ટ્રફ પાકિસ્તાન, રાજસ્થાન, ઉત્તર ભારતમાં થઈને બંગાળ સુધી વિસ્તરેલ છે.
લાંબા ગાળાની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે. તેમના માટે એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે જેના કારણે સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ ૫ડશે. તેમણે ખાસ કરીને ૬ થી ૧૦ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે.
જળાશયો ભરપૂર
ગુજરાતમાં અત્યારસુધી પડેલા નોંધપાત્ર વરસાદને પગલે જળસ્તરમાં પણ સુધારો થયો છે. હાલ ર૮ જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે, જ્યારે ૪૪ જળાશયો હાઈએલર્ટ હેઠળ છે. રાજ્યના ર૦૬ જળાશયોમાં હાલ સરેરાશ ૬૦.૦પ ટકા જળસંગ્રહ છે. જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલનો સંગ્રહ ૧,૮૭,૩૦૭ મિલિયન ક્યુબ ફિટ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના પ૬.૦૭ ટકા છે.
રાજ્યમાં હાલ જ જળાશયો છલછોછ છે તેમાં અમરેલી, બોટાદ, દાહોદ, જામનગરના ર-ર, કચ્છના પ, ભાવનગરના ૪, સુરત, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, નર્મદાના ૧-૧૧ જળાશયનો સમાવેશ થાય છે. ર૦ મી જુલાઈની સ્થિતિએ ૭૦ ટેકાથી ૧૦૦ ટકા વચ્ચ ભરાયેલા હોય તેવા ૬૦, પ૦ ટકા વચ્ચ ભરાયેલા હોય તેવા ૩૭, રપ ટકાથી પ૦ ટકા વચ્ચે ભરાયલા હોય તેવા ૪ર જ્યારે રપ ટકાથી નીચે ભરાયેલા હોય તેવા ૩૯ જળાશયો છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ પ૧.૩૭ ટકા નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દૃષ્ટિએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં પ૮.૪૬ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં પપ.ર૯ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૪૯.પ૦ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૯.૩૮ ટકા જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ૪૯ ટકા વરસાદ નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial