Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિયતદરે ફી ભરીને પ્રવેશ મેળવી શકાશેઃ ૩૦ પેટીઓમાં ૪૫૦થી વધુ માછલીઓ નિદર્શનમાં મૂકાઈ
જામનગરના રણમલ લેકની મધ્યમાં આવેલું માછલીઘર લાંબો સમય બંધ રહૃાા પછી ૧ લી મે થી પૂનઃ શરૂૂ થયું છે. જેમાં જુદી જુદી ૩૦ પેટીઓમાં ૪૫૦ થી વધુ રંગબેરંગી માછલીઓ લોકોના નિર્દર્શન માટે મુકાઇ છે. જો કે, આ માછલીઘર નિહાળવા માટે નિયત દરે ટિકિટ લેવી પડશે. જામનગરના રાણમલ લેકની મધ્યમાં માછલીઘર આવેલું છે, જે લાંબા સમયથી બંધ હતું, પરંતુ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે તેને પુનઃ શરૂૂ કરાવાયું છે અને જુદી જુદી ૩૦ જેટલી પેટીઓમાં રંગબેરંગે ૪૫૦ થી વધુ માછલીઓને નગરજનોના નિદર્શન માટે મૂકવામાં આવી છે. જે નિઃશૂલ્ક નથી પરંતુ નિયત દરે પ્રવેશ ફી રાખવામાં આવી છે. જામનગરના રણમલ લેક ની મધ્યમાં આવેલું માછલીઘર, કે જે છેલ્લા કેટલાક સમયથી બંધ અવસ્થામાં હતું, જેમાં અગાઉ ૨૩ પેટીઓ રાખવામાં આવી હતી, અને અલગ અલગ માછલીઓને નિર્દેશન માટે મુકાઈ હતી. પરંતુ તે પેટીઓ ખરાબ થઈ ગઇ હોવાથી તેમાંથી માછલીઓને કાઢી લેવાઈ હતી, અને બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં જ બે થી અઢી લાખનો ખર્ચ કરીને નવી ૩૦ પેટીઓ તૈયાર કરીને માછલીઘર પુનઃ લોકોના નિદર્શન માટે ૧લી મે થી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી અને ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ સીટી એન્જિનિયર ભાવેશ જાની તેમજ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગના રાજીવ જાની વગેરેની રાહબરી હેઠળ માછલીઘરને પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે, અને રણમલ લેકમાં વર્ક આસી. જીગર જોશી તેમજ હિરેન સોલંકી દ્વારા સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને જામનગર શહેર તેમજ અન્ય અલગ અલગ શહેરોમાંથી રંગબેરંગી માછલીઓને એકત્ર કરીને માછલી ઘરમાં મૂકવામાં આવી છે, ઉપરાંત હજુ પણ કેટલીક માછલીઓ મંગાવવામાં આવી રહી છે. પ્રતિદિન સવારે ૯.૦૦ વાગ્યાથી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી અને સાંજે ૩.૦૦ વાગ્યા થી ૬.૦૦ વાગ્યા સુધી માછલીઘર લોકોના નિદર્શન માટે નિયત પ્રવેશ ફી સાથે ખુલ્લુ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial