Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયો

જામનગર શહેર પછી ગ્રામ્ય પંથકમાં પગપેસારો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના શહેર પછી ગ્રામ્ય વિસ્તારમાં કોલેરાએ દેખા દીધા પછી હવે સ્થિતિ અંકુશમાં છે, જો કે ગઈકાલે લાલપુર પંથકમાં વધુ એક કેસ કોલેરાનો નોંધાતા આ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જામનગર શહેરમાં ધરારનગર વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા પછી ગ્રામ્ય વિસ્તારમાં પણ કોલેરાના કેસો નોંધાઈ રહ્યા છે, જો કે તેની ગતિ ધીમી પડી છે.

ગઈકાલે વધુ એક પોઝિટિવ કેસ લાલપુર પંથકમાં નોંધાયો છે. ૩૦ વર્ષના યુવાનને કોલેરા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારના કુલ આઠ કેસ નોંધાઈ ચૂક્યા છે, તેમાંથી સાત દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, અને માત્ર એક જ દર્દી હાલની સ્થિતિએ દાખલ છે. લાલપુર પંથકમાં ગઈકાલે એક કેસ નોંધાતા તંત્ર દ્વારા આનુસંગિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ર૪૬ ઘર અને ૧રપ૯ ની વસ્તીને આવરી લેવામાં આવી હતી. ઓઆરએસના ૧ર પેકેટનું અને પ૬૦ ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh