Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યૂ-ટ્યૂબરે એક આસામી સાથે કરેલી વાત વાયરલ કરાતા પોલીસમાં અરજી

પોતીકા જાણી અંગત વાત કરતા રેકોર્ડિંગ વાયરલ કરાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના એક આસામીનો પુત્ર અમદાવાદ એરપોર્ટ પર નશાકારક પદાર્થ સાથે ઝડપાયાના વહેતા થયેલા અહેવાલ વચ્ચે યૂ-ટયૂબ પર પોતાની ન્યૂઝ ચેનલ ચલાવતા નગરના એક આસામીએ તે વ્યક્તિને ફોન કરી કરેલી વાતચીતમાં સામા છેડેથી કેટલીક અંગત વિગતો આપવામાં આવી હતી. તે વિગતો સોશિયલ મીડીયા પર વાયરલ કરાતા યૂ-ટ્યૂબર સામે કાયદાકીય પગલા ભરવા પોલીસ સમક્ષ અરજી કરાઈ છે જેના પગલે ખળભળાટ મચ્યો છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૭માં વસવાટ કરતા આશિષભાઈ કે. કંટારીયા નામના આસામીએ જામનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીટીપીએલ કંપનીના જામનગરના કર્તાહર્તા અને યૂ-ટ્યૂબ પર ન્યૂઝ ચલાવતા જયેશ રૂપારેલીયા સામે અરજી પાઠવી પગલાં ભરવાની માગણી કરી છે.

આ અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ ગઈ તા.૨૩ના દિને જીટીપીએલ ન્યૂઝ જામનગરના મેનેજીંગ ડીરેક્ટર તરીકેની ઓળખ આપી જયેશ રૂપારેલીયાએ આશિષ કંટારીયાને ફોન કર્યાે હતો. જેમાં તેઓએ તમારા પુત્ર સાગરની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ થઈ છે, તો સાગર તમારો પુત્ર છે કે કેમ? તેમ પૂછ્યું હતું. આ વેળાએ આશિષભાઈએ જયેશભાઈ પોતાના જ્ઞાતિબંધુ હોવાથી કેટલીક અંગત વિગતો પણ તેઓને ફોન પર આપ્યા પછી ફોનનુું આ રેકોર્ડિંગ કરી લઈ જયેશ રૂપારેલીયાએ આશિષભાઈની જાણ બહાર જ સોશિયલ મીડિયામાં તેને વહેતુ મૂક્યું હતું.

આ પ્રકારની અંગત જીવનની વાતચીત વાયરલ થતા આશિષભાઈ હતપ્રભ બન્યા છે. તેઓએ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, ઈન્ડિયન ટેલીગ્રાફ એક્ટ તથા બીએનએસએસ હેઠળ ઉપરોકત ગુન્હાઓની નોંધ કરી કાયદા મુજબ કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ અરજી કરી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું છે કે, જયેશ રૂપારેલીયા દ્વારા વાયરલ કરવામાં આવેલા મારા કોલ રેકોર્ડિંગના કારણે મારી સામાજિક પ્રતિષ્ઠાને પણ હાની પહોંચી છે અને અંગત જીવનની પ્રાયવસીના અધિકારનો પણ ભંગ બન્યો છે. અરજીની આ નકલ એસપી, આઈજી, ડીઆઈજી, જીટીપીએલની મુખ્ય કચેરી સહિતના સંબંધિત વિભાગોે માં મોકલવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh