Advertisement
Author: નોબત સમાચાર

મેઘપર સામે આવેલી ઓરડીઓમાંથી મળી આવ્યો અજાણ્યા યુવાનનો મૃતદેહઃ ચકચાર

પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ આરંભીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામમાં બનાવવામાં આવેલી ઓરડીઓમાં વસવાટ કરતા એક અજાણ્યા યુવાન પોતાના રહેણાંકમાંથી ગઈકાલે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામ સામે ક્રિષ્ના યુ.પી. ઢાબા પાછળ પોલાભાઈ રબારી નામના આસામીએ બનાવેલી ઓરડીઓમાં ૫૧ નંબરની ઓરડીમાં રહેતા પચ્ચીસેક વર્ષના એક અજાણ્યા યુવાન તેઓના રહેણાંકમાંથી ગઈકાલે સાંજે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે.

આ બાબતની મૂળ ખંભાળિયા શહેરના જોધપુર નાકા પાસે વસવાટ કરતા અને હાલમાં તે ઓરડીઓમાં બી-૧પમાં રહેતા દીપકભાઈ કિશોરભાઈ ભટ્ટને જાણ થતાં તેઓએ પોલીસને વાકેફ કરી છે.

દોડી આવેલા મેઘપરના પીઆઈ પી.ટી. જયસ્વાલ તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને દીપકભાઈનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો છે. બંધ ઓરડીમાંથી આ યુવાનનો મૃતદેહ મળી આવતા તપાસ વેગવંતી બનાવાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh