Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અભિષેક મનુ સિંઘવીને ફરી ટિકિટ મળી
નવી દિલ્હી તા. ૫: કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે ૬ ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં સુપ્રિમકોર્ટના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને પણ ટિકિટ અપાઈ છે.
રાજ્યસભાની આગામી ચૂંટણીઓને લઈને કોંેંગ્રેસે મોટી જાહેરાત કરી છે. દેશના ૧૦ રાજ્યોની ૩૭ બેઠકો માટે નામાંકન ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ૬ મહત્ત્વના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરી બાદ આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. કોંગ્રેસે સુપ્રિમકોર્ટના વરિષ્ઠ વકીલ અને ગાંધી પરિવારના નજીકના ગણાતા અભિષેક મનુ સિંઘવીને તેલંગાણાથી ફરી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કરાયો છે. તેમની સાથે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના વિશ્વાસુ અને પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ વેમ નરેન્દ્ર રેડ્ડીને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસે આ યાદીમાં જ્ઞાતિ અને સમુદાયના સમિકરણોને પણ પ્રાધાન્ય આપ્યું છે. છત્તીસગઢમાં આદિવાસી સમુદાયના નેતા ફૂલોદેવી નેતામને પક્ષે ફરીથી તક આપી છે. હરિયાણામાં દલિત સમાજમાંથી આવતા કરમવીર બૌદ્ધને રાજ્ય સભાની ટિકિટ આપીને પક્ષે મોટો દાવ ખેલ્યો છે.
તે ઉપરાંત હિમાચલ પ્રદેશની મહત્ત્વની બેઠક માટે અનુરાગ શર્માના નામ પર મહોર લગાવવામાં આવી છે. જ્યાર દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાંથી કોંગ્રેસે એમ. ક્રિસ્ટોફર તિલકને પોતાના રાજય સભાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
આજે નામાંકન પ્રક્રિયાનો છેલ્લો દિવસ હોવાથી તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરે તેવી શક્યાતા છે. આ ચૂંટણીમા કોંગ્રેસે પોતાના વરિષ્ઠ નેતાઓની સાથે ક્ષેત્રીય અને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial