Advertisement
Author: નોબત સમાચાર

ઘરમાં પથ્થર ફેંકવાના પ્રશ્ને યુવાનને પાડોશી સહિત ત્રણ શખ્સે ફડાકા ઝીંકી ધમકી આપી

યુવાનના માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના રામેશ્વરનગર પાછળ વિનાયક પાર્કમાં એક યુવાનને ઘર પર પથ્થર ફેંકવાના મુદ્દે પાડોશી સહિતના ત્રણ શખ્સે માર મારી પતાવી દેવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા વિનાયક પાર્કમાં સેન્ટ મેરી સ્કૂલ પાછળ વસવાટ કરતા પૂનમબેન હમીરભાઈ મકવાણા નામના મહિલાના પુત્રને ગઈ તા.રરની રાત્રે ત્યાં પાડોશમાં જ રહેતા નીખિલ ગોંદીયા નામના શખ્સે રોકી લઈ તે મારા ઘરમાં પથ્થર કેમ ફેંક્યો તેમ પૂછતા પૂનમબેનના પુત્રએ મેં પથ્થર નથી ફેંક્યો તેમ કહ્યું હતું. તેમ છતાં નીખિલભાઈ અને બે અજાણ્યા શખ્સે ઝઘડો કર્યાે હતો.

આ વ્યક્તિઓએ પૂનમબેનના પુત્રને બે-ત્રણ ફડાકા ઝીંકવા ઉપરાંત બે અજાણ્યા શખ્સે ગાળો ભાંડી હતી. તેને ગાળો બોલવાની ના પાડવામાં આવતા ત્રણેય વ્યક્તિએ ઢીકાપાટુથી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. પૂનમબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી ત્રણેય હુમલાખોરની ધરપકડ માટે તજવીજ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh