Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોના-ચાંદીના દાગીના તથા રોકડ કબજે લેવાયાઃ
જામનગર તા. ૬: જામનગરના દિગ્જામ સર્કલ નજીક બેડી બંદર રોડ પર એકાદ મહિના પહેલાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી રૂપિયા અડધા લાખની મત્તાની ચોરી થઈ હતી. તેની તપાસમાં એલસીબીએ દિગ્જામ સર્કલ નજીક બાવરીવાસમાં રહેતા એક શખ્સને દબોચી લઈ પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો છે. તમામ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર યાદવનગર નજીક વસવાટ કરતા અરશીભાઈ ડાડુભાઈ ડેર નામના આસામીના મકાનમાં ગયા મહિનાની ૩ તારીખે ચોરી થઈ હતી. તેમના બંધ મકાનના તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૂ।.૫૫૪૧૩ની મત્તા ચોરાઈ ગઈ હતી.
આ બાબતની પોલીસમાં કરાયેલી ફરિયાદ પછી ચાલી રહેલી તપાસમાં એલસીબીના ભરત ડાંગર, કિશોર પરમાર, ધર્મેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી એલસીબી સ્ટાફે દિગ્જામ સર્કલ નજીક બાવરીવાસ પાસે રહેતા ઉદય કનૈયાભાઈ પરમાર નામના બાવરી શખ્સની અટકાયત કરી હતી.
આ શખ્સની પૂછપરછ કરાતા તેણે ઉપરોક્ત ચોરીમાં પોતાની સંડોવણી હોવાનું કબૂલી રૂ।.૪૩૪૧૩ની કિંમતના સોનાના દાગીના, રૂ।.પ હજારના ચાંદીના દાગીના અને રૂ।.૧ર હજાર રોકડા કાઢી આપ્યા છે. એલસીબીએ રૂ।.૫૫૪૧૩નો મુદ્દામાલ કબજે લીધો છે. આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial