Advertisement
Author: નોબત સમાચાર

૧૬ વર્ષથી હાથતાળી આપતા આરોપીની ધરપકડ થયા પછી અદાલતમાં જામીનમુક્તિ

જાણીતા ઉદ્યોગપતિના પુત્રની કરાઈ હતી ધરપકડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરમાં વાણિજ્ય વેરા નિરીક્ષક કચેરી દ્વારા ૧૬ વર્ષ પહેલાં નોવા શીપીંગ નામની પેઢીના ભાગીદારો સામે બોગસ બીલીંગ અંગે ફોજદારી ફરિયાદ કરાઈ હતી. તે ગુન્હામાં ૧૬ વર્ષ પછી ઝડપાયેલા એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રખાઈ છે.

જામનગર નજીકના સચાણા શીપ બ્રેકીંગ યાર્ડમાં નોવા શીપીંગના નામથી સ્ક્રેપનો વ્યવસાય કરતા રાધેશ્યામ ધારશીલાલ ગુપ્તા, ભાવનાબેન કિશોરભાઈ પોશીયા, સંજય રાધેલાલ ગુપ્તા સામે વર્ષ ૨૦૦૯માં જામનગરની વાણિજ્ય વેરા નિરીક્ષક કચેરી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આ વ્યક્તિઓએ માલનું વેચાણ કર્યા વગર બીલીંગ કરી નાખ્યાનો આક્ષેપ મૂકાયો હતો.

અંદાજે રૂ।.૧૯૦૨ ૦૮૭૯ની રકમનું બીલીંગ થયાનો આક્ષેપ થયા પછી આરોપીઓ સામે ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરાઈ હતી. આ ગુન્હામાં સંજય તથા તેના પિતા રાધેશ્યામ ગુપ્તા ફરાર થઈ ગયા હતા. જેમાંથી સંજય રાધેલાલજી ધરપકડ કરાતા  આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરી હતી. અદાલતે આરોપીને જામીન પર મુકત કર્યાે છે. આરોપી તરફથી વકીલ પૂર્વ ડીજીપી દિનેશભાઈ વિરાણી, જયદીપ મોલીયા, સિદ્ધાર્થ સાપરીયા, દર્શનપુરી ગોસ્વામી રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh