Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત ૨૭મા વર્ષે મોટી સંખ્યામાં લાભ લેતા પદયાત્રીઓઃ
ખંભાળીયા તા. ૨૭: ખંભાળીયા વિસ્તારમાં દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓ માટે હાલ તો ઢગલાબંધ સેવા કેમ્પો છે. આજથી ૨૫ વર્ષ પહેલા જ્યારેે ભાગ્યે જ સેવાકેમ્પો હતા ત્યારે ખંભાળીયા દ્વારકા રોડ પર ખોડીયાર માતાજીના મંદિરે દાતાઓની મદદથી શરૂ થયેલા કેમ્પને સત્યાવીસ વર્ષ થયા અને આજે પણ પદયાત્રીઓથી આ કેમ્પ ભરાયેલો જ રહે છે.
વિશાળ જગ્યામાં ફેલાયયેલ આ કેમ્પના સ્થળે પદયાત્રીઓને ચા-નાસ્તો તથા બંને સમય વિવિધ મીઠાઈઓ સાથે ભોજન તથા રહેવાની સુવિધાઓ સાથે ન્હાવા-ધોવા તથા જાજરૂ વ્યવસ્થા સાથે મોટા મંડપમાં ગાદલા ગોદડાની પણ સુવિધા મોટા પ્રમાણમાં હોય, તથા અહીં ખોડીયાર માતાજી તથા મહાદેવના દર્શન કરીને આરામ કરી ભાવિકો આગળ વધતા જાય છે. આ કેમ્પ પર રખાયેલ મેડિકલ સુવિધા જરૂરતના સામાન્ય દર્દોની દવા તથા માલીસ, પગચંપી પણ કરાવાય છે. ખોડીયાર મંદિરે ચાલતો સેવાકીય કેમ્પ પોતીકો સમજીને રોજ મોટી સંખ્યામાં સારા ઘરના લોકો તથા મહિલાઓ પણ અહીં મોટી સંખ્યામાં રસોઈ કરવા તથા યાત્રિકોને પગચંપી માલીસની સેવામાં ઉમટે છે. સાંસદ પૂનમબેન માડમ પણ અહીં અનેક વખત રોટલા ઘડવામાં સેવા આપીને મદદરૂપ થયા છે. ખંભાળીયાના ભાગ્યે જ કોઈ કુટુંબો હશે જે અહીંની સેવામાં ના જોડાયા હોય. દીપુભાઈ સોની, અશોકભાઈ કાનાણી, ભવદીપ ગુલાબ ભાઈ રાયચુરા સહિતના સેવાભાવીઓની ટીમ જહેમતથી આ સેવા કરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial