Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકર સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. સિઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે અન્ય કામ અંગે દોડધામ-શ્રમ જણાય. અગત્યના કામ કાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
દિવસના પ્રારંભથી જ આપને બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામમાં મન લાગે નહીં.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯
Cancer (કર્ક: ડ-હ)
યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંંદ અનુભવાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ભાઈ-ભાંડુનો સાથ રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૮
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની સાથે મિત્રવર્ગ-સગા-સંબંધીવર્ગ,ઘર-પરિવારના કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામમાં સંતાનનો સહકાર મળી રહેતા આનંદ થાય. વાણીની મીઠાશથી ધંધામાં લાભ-ફાયદો જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૧
Libra (તુલા: ર-ત)
આપને કામમાં પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૭-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાત ફળી શકે છે.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૧
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪
Capricorn (મકર: ખ-જ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં રૂકાવટ જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામ સરળ થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૪