Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુન-૨૦૨૫માં ફલાય ઓવર ચાલુ થઈ જવાના બણગાનો જબરો ફિયાસ્કોઃ કોન્ટ્રાકટરની શરતો મુજબની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં મનપા તંત્રનું મૌનઃ વિલંબથી કામ થવા માટે વધારાના ૩૦ કરોડની ભેટ...!!
જામનગર તા. ૧૭: સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાય તેવા લાંબા અને જામનગર શહેરની ટ્રાફિક સમસ્યામાં રાહત થાય તેવા ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય ઓગસ્ટ ૨૦૨૧માં શરૂ થયું હતું.
રૂ. ૧૯૭ કરોડના જંગી ખર્ચવાળો આ પ્રોજેકટ ત્રણ વર્ષમાં પૂરો કરી દેવાની શરતો સાથે કોન્ટ્રાકટ અપાયો હતો. તેમ છતાં... હજી આજે અડધો જુલાઈ-૨૦૨૫ વીતી જવા છતાં ફલાય ઓવરનુ કામ ચાલુ છે... કયારે પૂરૃં થશે, કયારે આ ફલાય ઓવર અવર જવર માટે ખુલ્લો મુકાશે તેવા પ્રશ્નોનો જવાબ આપવાની હિમ્મત હવે કોઈ કરી શકે તેમ નથી...
એપ્રિલ મહિનામાં મનપાના ઉચ્ચ અધિકારીએ ખૂબ જ વિશ્વાસ પૂર્વક દાવો કરી જાહેરાત કરી હતી કે, જુન-૨૦૨૫માં ફલાય ઓવરનું કામ પૂરૃં થઈ જશે. પણ આ સત્તાવાર નિવેદનનો જોરદાર ફિયાસ્કો જ થયો છે.
અંબર ચોકડી પાસે સ્લેબ ભરવાની કામગીરી માંડ માંડ પૂરી થવામાં છે. હવે હાલાર હાઉસ પાસેની ચોકડી પાસે સ્લેબ ભરાય રહ્યો છે. અંબર ચોકડી પાસેના સ્લેબની કામગીરી પૂરૃં થવામાં દોઢ થી બે મહિનાનો સમય લાગ્યો... તો હાલાર હાઉસ પાસેની ચોકડી પાસે તો સ્લેબ ભરવાનું કામ હજી ચાલુ જ થયું છે... અર્થાત બે મહિના તો કામ ચાલશે જ તેવું માની શકાય...
આ ઉપરાંત સમગ્ર ફલાય ઓવર પર માર્ગ બનાવવો, પેરાપેટ વ્યવસ્થિત રેલીંગ સાથે બનાવવી, બ્રિજ ઉપર વીજપોલ, વીજલાઈનો, લાઈટો ફીટ કરવા જેવી નાની-મોટી કામગીરી કરવાની હોય છે. તેમાં પણ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે.
ફલાય ઓવરનું કામ લિંબથી થયું તેમાં મનપા તંત્રએ ભલે રાજ્ય સરકારની મંજુરી મેળવી હોય, પણ કોન્ટ્રાકટની રકમમાં રૂ. ૩૦ કરોડનો વધારો કરી દીધો...
રૂ. ૨૩૦ કરોડ જેવા મેગા પ્રોજેકટના કામની ગુણવત્તા અંગે પણ કેટલાક જાગૃત નાગરિકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. કાટ ખાઈ ગયેલા લોખંડ જેવી સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપો પણ થયા છે જે અંગે મનપાતંત્ર દ્વારા સત્તાવાર રીતે કોઈ ખુલાસો થયો નથી જે પણ સૂચક છે.
સૌથી મહત્ત્વના અને ટ્રાફિક સમસ્યા હળવી કરવાના હેતુનો પણ છેદ ઉડી ગયો હોવાના અહેવાલો રજુ થયા હતા. ફલાય ઓવરની મૂળભૂત ડિઝાઈન-પ્લાન-નકશા- અલ્ટીમેટમાં અંબર ચોકડી પાસે અંબર ટોકીઝે જી. જી. હોસ્પિટલ તરફ સ્લોપ રાખવાનું દર્શાવાયુ હતું. પણ મનપા તંત્રએ રેલવેની જમીનનું બહાનું બતાવી સ્લોપ હાલ પૂરતો નહીં બને તેમ જણાવી દીધું... તેમ છતાં પ્રોજેકટની કોસ્ટમાં કોઈ ઘટાડો થયો નહી...!
હાલાર ચોકડી પાસે સુભાષ બ્રિજ તરફથી જે સ્લોપ બની રહ્યો છે તેમાં પ્રથમ પીલર સુધી માટી, મોરમ, પથ્થરોની ભરતી કરી નક્કર સ્લોપ (જે રીતે ઓશવાળ સેન્ટર તરફનો સ્લોપ બન્યો છે) બનાવવામાં આવે તેવું લાગતુ નથી. કારણ કે અત્યારે ત્યાં જે રીતે સ્લોપનું કામ ચાલી રહ્યું છે ત્યાં સ્લોપની નીચે કોઈ ભરતી ભરવામાં આવતી નથી!
આમ... ફલાય ઓવરનું કામ ચાલુ થયું ત્યારથી અત્યા સુધી તેના કોન્ટ્રાકટ, કામની મુદત, કિંમતમાં વધારો, અંબર તરફનો સ્લોપ કેન્સલ કરવો, નબળું કામ વગેરે મુદાઓ શંકા સાથે ઉઠી રહ્યા છે. અને તેમાં ફલાય ઓવરની ભેટ કયારે મળશે તે અંગેના સત્તાવાર નિવેદનો ભેંસ ભાગોળે... છાસ છાગોળેેે જેવા પૂરવાર થઈ રહ્યા છે..!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial