જાણો, તા. ર૬ જાન્યુઆરીથી ૦૧ ફેબ્રુઆરી સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

કર્ક સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં સ્વાસ્થ્ય સુધરે, કાર્યભાર વધે

 

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરતા રાહત અનુભવી શકશો. ગૃહસ્થજીવનમાં વાતાવરણ નરમ-ગરમ રહી શકે છે. સ્વાસ્થ્ય લાભપ્રદ રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થાય. સમય સાનુકૂળ બની રહે. વડિલોપાર્જિત મિલકત અંગેના પ્રશ્નો ગુંચવાતા જણાય. ધાર્મિક-માંગલિક કાર્યોનું આયોજન થાય. તા. ર૬ થી ર૯ ઉત્સાહવર્ધક. તા. ૩૦ થી ૧ મધ્યમ.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા તત્પર બનશો. માતા-પિતા-વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશે. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. જાહેર જીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. તા. ર૬ થી ર૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ૩૦ થી ૧ પારિવારિક કાર્ય થાય.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ વ્યાપાર-ધંધામાં નવી દિશામાં આગળ વધી શકશો. આર્થિક રોકાણ માટે સમય શુભ જણાય છે. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોને મિલન-મુલાકાત ફળદાયી પૂરવાર થાય. પારિવારિક ક્ષેત્રે કડવાશ કે ગેરસમજ હશે તો દૂર થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. યાત્રા-પ્રવાસ સુખદાયક પૂરવાર થાય. મિત્રોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા. ર૬ થી ર૯ સાનુકૂળ. તા. ૩૦ થી ૧ નવીન કાર્ય થાય.

 

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે આરોગ્ય સુખાકારી સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપનું બગડેલું સ્વાસ્થ્ય ફરી સુધરતું જણાય. શારીરિક તથા માનસિક રીતે પ્રફૂલ્લિત રહી શકશો. આપની કાર્ય-ક્ષમતામાં વધારો થતો જોવા મળે. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક જીવનમાં વિરોધીઓથી સાવધ રહેવું. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંત રહે. ભાઈ-ભાંડુ સાથે કોઈ અણબનાવ કે મનદુઃખ હશે તો તેને દૂર કરી શકશો. પારિવારિક સંબંધો મજબૂત બનતા જણાય. તા. ર૬ થી ર૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ૩૦ થી ૧ મિશ્ર.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ભાગ્યબળ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપની મહેનત-પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થતું જણાય. ભાગ્યનો સાથ મળી રહે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી ન શકાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઋતુગત બીમારીથી પરેશાની રહ્યા કરે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. વડિલોપાર્જિત મિલકત અંગેના વિવાદોનો નિકાલ આવી શકે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થાય. તા. ર૬ થી ર૯ શુભ. તા. ૩૦ થી ૧ સામાન્ય.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે કામનું ભારણ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વધારે પડતા કાર્યબોજને કારણે આપ માનસિક રીતે ત્રસ્ત બનતા જણાવ. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને નિવારવા સક્ષમ બનશો. સામાજિક ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગે કાળજી રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું. વડીલ વર્ગ સાથે બોલાચાલી ટાળવી. તા. ર૬ થી ર૯ કાર્યબોજ વધે. તા. ૩૦ થી ૧ માન-સન્માન.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે યશ-કીર્તિમાં વધારો કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન રાજકીય-સામાજિક ક્ષેત્રે માન-મોભામાં વૃદ્ધિ થતી જોવા મળે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જણાય. નાણાકીય સ્થિતિ એકંદરે નબળી રહે. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાશો. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. યાત્રા-પ્રવાસ થાય. તા. ર૬ થી ર૯ સાનુકૂળ. તા. ૩૦ થી ૧ માન-સન્માન.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના મટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સચેત અને સતર્ક રહેવાની સલાહ છે. શત્રુ વિરોધીઓ હાવિ થતા નુક્સાન થવાની સંભાવના જણાય છે. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બની શકશો. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. રોકાયેલા નાણા પરત મળતા રાહતનો અનુભવ થાય. તા. ર૬ થી ર૯ નબળી. તા. ૩૦ થી ૧ સફળતાદાયક.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે નવી પ્રવૃત્તિઓનું નિર્માણ કરતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવી કાર્યરચના સાથે જોડાઈ શકો છો. વ્યવસાયિક યોજનાઓનું અમલીકરણ થાય. વ્યાપારી વર્ગ મો નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ બની રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે. જાહેરજીવન ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો માટે સમય શુભ જણાય છે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. ઘર-પરિવારમાં વાતાવરણ શાંતિમય બની રહે. તા. ર૬ થી ર૯ નવીન કાર્ય થાય. તા. ૩૦ થી ૧ મધ્યમ.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જોવા મળે. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનુ કારણ બની શકે છે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. ખર્ચ-ખરીદીનો યોગ બને. તા. ર૬ થી ર૯ લાભદાયી. તા. ૩૦ થી ૧ મધ્યમ.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ નબળી પડતી જણાય. બીનજરૂરી ખર્ચ ટાળવાથી મહિનાના બજેટને હાલક-ડોલક થતા બચાવી શકશો. આરોગ્યમાં સુધાર આવતો જોવા મળે. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર પ્રાપ્ત થાય. શત્રુ વિરોધીઓથી સાચવવું. તા. ર૬ થી ર૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ૩૦ થી ૧ ખર્ચ-વ્યય. થાય.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ જણાય છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિના દર્શન થાય. ગૃહસ્થજીવનમાં એકમેકનો સાથ-સહકાર મળી રહે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત કરી શકો. સ્વાસ્થ્ય બાબતે સાચવવું. તા. ર૬ થી ર૯ શુભ. તા. ૩૦ થી ૧ સામાન્ય.

જાણો, તા. ર૭ જાન્યુઆરી, મંગળવાર અને મહાસુદ નોમનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૮ - સુર્યાસ્ત : ૬-૩૨

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા સુદ-૦૯ :

તા. ૨૭-૦૧-ર૦૨૬, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૬,

મુસ્લિમ રોજઃ ૦૭, નક્ષત્રઃ ભરણી,

યોગઃ શુક્લ, કરણઃ બાલવ

તા. ૨૭ - જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય નરમ-ગરમ રહ્યા કરે. બહારના ખાન-પાન, આહાર-વિહારમાં સાવધાની  રાખવી પડે. નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ રહે. કામકાજ અંગે દોડધામ-શ્રમ-વ્યસ્તતા  જણાય. અગત્યના કામકાજ અંગે ધીરજ રાખવી. યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત થાય. વિદ્યાર્થીવર્ગે  અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરવું. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

બાળકની રાશિઃ મેષ ૧૬:૪૩ સુધી પછી વૃષભ

જાણો, તા. ર૭ જાન્યુઆરી, મંગળવાર અને મહાસુદ નોમનું રાશિફળ

મિથુન સહિત અન્ય બે રાશિના જાતકોને અગત્યના કામકાજનો ઉકેલ લાવી શકો. નાણાકીય  રોકાણમાં સાવધાની રાખવી.

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામકાજમાં સંતાનનો સાથ-સહકાર મળી રહેતા રાહત રહે. વાણીની મીઠાશથી લાભ-ફાયદો  થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

કોર્ટ-કચેરીના કામમાં આપને કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. નાણાકીય રોકાણના કામમાં  સાવધાની રાખવી.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના અગત્યના કામકાજનો ઉકેલ લાવી શકો. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત  થાય.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૬-૩

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. કૌટુંબિક-પારિવારિક કામ અંંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૭

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં ઉપરીવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાતમાં સરળતા  રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. આરોગ્યની  કાળજી રાખવી.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૨

 

Libra (તુલા: ર-ત)

આપના બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. આપના કાર્યની કદર-પ્રશંસા  થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યબોજમાં વધારો  થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે સંસ્થાકીય કામકાજ, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્તતા જણાય. રાજકીય-સરકારી  કામ થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૭

 

Capricorn (મકર: ખ-જ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી શકો. પારિવારિક પ્રશ્ને ચિંતા  જણાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ  જણાય. ખર્ચ થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૫

જાણો, તા. રપ જાન્યુઆરી, રવિવાર અને મહા સુદ સાતમનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૮ - સુર્યાસ્ત : ૬-૩૧

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા સુદ-૦૭ :

તા. ૨૫-૦૧-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૪,

મુસ્લિમ રોજઃ ૦૫, નક્ષત્રઃ રેવતી,

યોગઃ સિદ્ધ, કરણઃ ગર

 

તા. ૨૫ જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. પરંતુ ધીરે ધીરે  આપના  કામનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જણાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.  નાણાકીય બાબતે આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાભીડ અનુભવાય. વિદ્યાર્થીવર્ગે લાગણી-મિત્રતાના  ચક્કરમાં આવ્યા વગર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કરવું.

બાળકની રાશિઃ મીન ૧૩:૩૬ સુધી પછી મેષ

જાણો, તા. રપ જાન્યુઆરી, રવિવાર અને મહા સુદ સાતમનું રાશિફળ

મિથુન સહિત બે રાશિના જાતકોને ધારણા પ્રમાણેનું કામ થવા પામે. મહત્ત્વના નિર્ણયો લઈ  શકાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં આકસ્મિક  ઘરાકી વધે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપે રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની  રાખવી પડે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્ત્વના નિર્ણયો લેવામાં  સરળતા થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૫

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામ અંગે દોડધામ રહે. કામનો ઉકેલ આવતા રાહત  જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૧

 

Leo (સિંહ: મ-ટ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. પરદેશના કામમાં પ્રગતિ  જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. જમીન-મકાનના કામમાં ઉતાવળ  કરવી નહીં.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૬

 

Libra (તુલા: ર-ત)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લઈ  શકાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનારવર્ગની મુશ્કેલી જણાય. સિઝનલ ધંધામાં નાણાકીય બાબતે  સંભાળવું પડે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ  શકાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૧

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. સામાજિક-વ્યાવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં.  વાહન ધીમે ચલાવવું.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૮-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય-શુભ કાર્ય થવાથી આનંદ  જણાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૩-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામકાજની સાથે અન્ય કામને લીધે દોડધામ-શ્રમ અનુભવાય. જમીન-મકાનના કામમાં  સાનુકૂળતા રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૬

જાણો, તા. ર૪ જાન્યુઆરી, શનિવાર અને મહા સુદ છઠ્ઠનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૮ - સુર્યાસ્ત : ૬-૩૦

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા સુદ-૦૬ :

તા. ૨૪-૦૧-ર૦૨૬, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૩,

મુસ્લિમ રોજઃ ૦૪, નક્ષત્રઃ ઉત્તર ભાદ્રા,

યોગઃ શિવ, કરણઃ કૌલવ

 

તા. ૨૪ જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે ધીરજ અને શાંતિ રાખવા પડે. નોકરી-ધંધા-વ્યવસાય બાબતે વિલંબથી સફળતા  પ્રાપ્ત થતી જણાય. આરોગ્યની કાળજી રાખીને દોડધામ-શ્રમ કરવા. સામાજિક-જાહેર જીવનક્ષેત્રે  માન-સન્માનમાં વૃદ્ધિ થાય. યાત્રા-પ્રવાસના યોગ બને. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે.  નાણાકીય સ્થિતિ સરભર રહે.

બાળકની રાશિઃ મીન

જાણો, તા. ર૪ જાન્યુઆરી, શનિવાર અને મહા સુદ છઠ્ઠનું રાશિફળ

વૃષભ સહિત બે રાશિના જાતકોને કાર્યની પ્રશંસા થવાથી કામનો ઉત્સાહ વધે. પ્રસન્નતા  જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

દિવસ દરમ્યાન આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું  પડે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત  થઈ શકે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપને શારીરિક અસ્વસ્થતાનો અનુભવ થાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. વાહન ચલાવવામાં  સાવધાની રાખવી.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૯

 

Cancer (કર્ક: ડ-હ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની  અસમંજસતા-દ્વિધા જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૧

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સિઝનલ ધંધામાં આપે નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની  રાખવી પડે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ભાઈ-ભાંડુ, સગા-સંબંધીઓનું  કામકાજ રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૯

 

Libra (તુલા: ર-ત)

આપ નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા સતાવે. અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા  સતાવ્યા કરે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૧

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામ કરવાનો આનંદ રહે. મહત્ત્વના નિર્ણયમાં  ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૨

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે મોસાળપક્ષ-સાસરીપક્ષના કામકાજ અંગે વ્યસ્તતા-ખર્ચ જણાય. વાદ-વિવાદથી  સંભાળવું.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૭-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહેતા રાહત જણાય. અગત્યના કામકાજ અંગે ઉતાવળ કરવી  નહીં.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. આરોગ્યની કાળજી રાખીને કામ અંગે દોડધામ  કરવી.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરી-ધંધાના કામકાજ અંંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૫

જાણો, તા. ૧૯ જાન્યુઆરીથી રપ જાન્યુઆરી સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

તુલા સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં ભાગ્યનો સાથ મળે, કાર્યબોજ વધે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે સામાજિક કાર્યો કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના દ્વારા કોઈ મોટું કાર્ય સંપન્ન થાય, જેના કારણે આપ આપની માન-પ્રતિષ્ઠા-આબરૂમાં નોંધપાત્ર વધારો નોંધી શકશો. મિત્રો, સગા-સ્નેહીનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. ધંધા-વ્યવસાય-નોકરીમાં પ્રગતિ-ઉન્નતિ જોવા મળે. મોજશોખ પાછળ સમય અને નાણાનો વ્યય થાય. તા. ૧૯ થી રર વ્યસ્તતા. તા. ર૩ થી રપ માન-સન્માન.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે ધાર્યો લાભ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જણાય. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડામાડોળ થતું જણાય. પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતમાં પણ ઘર્ષણ થઈ શકે છે. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવી શકશો. જાહેર જીવન ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરી થાય. તા. ૧૯ થી રર વિવાદ ટાળવા. તા. ર૩ થી રપ સફળતાદાયક.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આર્થિક વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. નિશ્ચિત આયોજન બનાવી કામ લેશો તો ફાયદામાં રહેશો. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા સાંભળવા મળે. તા. ૧૯ થી રર ખર્ચ-વ્યય. તા. ર૩ થી રપ મિશ્ર.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે આપના અગત્યના નિર્ણયો સમજી-વિચારીને લેવા. કોઈના દરોવાયા દોરવાઈ જવું નહીં. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ કારગત નીવડે. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. તા. ૧૯ થી રર સાવચેત રહેવું. તા. ર૩ થી રપ સારી.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે મધ્યમ પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન પારિવારિક ક્ષેત્રે માતા-પિતા, વડીલ વર્ગ તરફથી લાભ પ્રાપ્ત થાય. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકો માટે સમય પ્રતિકૂળ બની રહે. શત્રુ વિરોધીઓ હાવિ થતા જણાય. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સહકાર મળી રહે. વ્યાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. આર્થિક બાબતે નાણાકીય તંગી સ્પષ્ટ વર્તાય. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેે. જુના રોગોમાંથી મુક્તિ મળે. તા. ૧૯ થી રર સારી. તા. ર૩ થી રપ મિશ્ર.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારો સામય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ માનસિક રીતે પ્રફૂલ્લિત રહી શકો. પરિવારજનો, સગા-સ્વજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકો. ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. તા. ૧૯ થી રર સુખમય. તા. ર૩ થી રપ ખર્ચાળ.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે સુખદ પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન અટવાયેલા કાર્યોને વેગ મળે. ભાગ્યનો સાથ મળતા ધાર્યા કામો પાર પડતા જણાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સુખદ પરિવર્તન સાથે આર્થિક સ્થિતિ મજબૂત બનતા નાણાકીય પ્રશ્નો હલ થતા  જણાય. સામાજિક જીવનમાં શત્રુ વિરોધીઓ સક્રીય બનતા લાગે. આપના માન-સન્માનને હાની પહોંચાડી શકે. સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ એકંદરે સારૂ જણાય છે. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. ગૃહસ્થ જીવનમાં પરસ્પર સ્નેહ-સહકાર મળી રહે. તા. ૧૯ થી રર કાર્ય સફળ. તા. ર૩ થી રપ મધ્યમ.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૂ થાય છે. આ દિવસો દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિમાં સામેલ થઈ શકો છો. તમે ધારેલા લક્ષ્યોને મેળવવા માટે તનતોડ મહેનત કરશો, જેના કેટલાક સારા પરિણામ પણ જોઈ શકશો, જો કે વધારે પડતા કામના ભારણને કારણે માનસિક પરિતાપનો પણ અનુભવ થાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે તથા કોલ-કરારો થઈ શકે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ સાથે બોલા-ચાલી ટાળવી સલાહભરી રહેશે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસક્રમમાં રૂચિ વધે. આરોગ્ય મધ્યમ રહે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા રહે. તા. ૧૯ થી રર વ્યસ્તતા રહે. તા. ર૩ થી રપ વાદ-વિવાદ ટાળવો.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે ખર્ચાળ સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન નાણાકીય વજન ઓછું થતું જણાય. ભૌતિક સુખ-સગવડના સાધનોની ખરીદી થઈ શકે. આવકની સાથે જાવકનું પ્રમાણ વધારે જોવા મળે. સ્વાસ્થ્ય બાબતે કફ સંબંધિત રોગોથી પરેશાની રહે. ઘર-પરિવારમાં વાતાવરણ સુખ તથા શાંતિમય રહે. ભાઈ-ભાંડુ સાથે કોઈ વિવાદ હશે તો દૂર થાય. જમીન-મકાન-મિલકતના કાર્યોમાં સાવચેતીપૂર્વક નિર્ણય લેવો જરૂરી બને. જાહેરજીવનમાં મિલન-મુલાકાતના પ્રસંગો બને. નવી મુલાકાત થકી ભવિષ્યમાં લાભ થઈ શકે. તા. ૧૯ થી ર૧ મિલન-મુલાકાત. તા. રર થી રપ ખર્ચ-વ્યય.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે માન-સન્માનમાં વૃદ્ધી કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-મોભા-મરતબામાં વધારો થતો જોવા મળે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જણાય. નાણાકીય સ્થિતિ સદ્ધર બને. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. નોકરિયાત વર્ગને કાર્યબોજ ઘટે. તા. ૧૯ થી રર માન-સન્માન. તા. ર૩ થી રપ સામાન્ય.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના અંગત સંબંધો વધુ ગાઢ બનતા જણાય. સ્નેહીજનો-પરિવારજનો સાથે સુખરૂપ સમય વિતાવી શકશો. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ મળે. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. મોજ-શોખ પાછળ નાણાનો વ્યય થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો નિકાલ લાવી શકો. સામાજિક જીવનમાં સંકળાયેલા જાતકો માટે સમય નબળો પૂરવાર થાય. તા. ૧૯ થી રર આનંદદાયી. તા. ર૩ થી રપ સાનુકૂળ.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલ-પાથલ થવાની શક્યતા રહે. લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ વિશેષ ધ્યાન આપવું. ઘર-પરિવારમાં વાતાવરણ શાંત અને સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યો કે માંગલિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા. ૧૯ થી રર શુભ ફળદાયી. તા. ર૩ થી રપ સંભાળ રાખવી.

જાણો, તા. ૧૨ જાન્યુઆરીથી ૧૮ જાન્યુઆરી સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

મેષ સહીત બે રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં સ્વાસ્થ્ય સંભાળવું, કાર્યબોજ રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે સ્વાસ્થ્યની સંભાળ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ઋતુગત રોગોની પરેશાની રહ્યા કરે. ખાન-પાન, આહાર-વિહારમાં સાવધાની રાખવી સલાહભરી બની રહે. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઘર-પરિવાર બાબતે જમીન-મકાન, મિલકત અંગેના વિવાદનો અંત આવતો જણાય. નાણાકીય સ્થિતિ નબળી રહેવા પામે. સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આપ આકર્ષાઈ શકો છો. સંતાનનો સાથ-સહકાર મળી રહે. તા.૧૨થી ૧૫ સુખમય, તા.૧૬થી ૧૮ સ્વાસ્થ્ય સંભાળવું.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે નફો-નુકસાન જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક સ્થિતિ મધ્યમ બની રહે, આપની નાણાકીય સ્થિતિ ઉતાર-ચઢાવભરી બની રહે. ઘર-પરિવાર ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બની રહે. વડીલવર્ગ, માતા-પિતા, સ્નેહીજનોના સ્વાસ્થ્ય બાબતે ચિંતા, દોડધામ, ખર્ચ જણાય. સામાજિક, જાહેર જીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે કાર્ય પ્રગતિ થાય. મહત્ત્વના કાર્યાેમાં સફળતા મળે. તા.૧૨થી ૧૫ ખર્ચાળ, તા.૧૬થી ૧૮ મધ્યમ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે કૌટુંબિક કાર્યાે કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના કાર્યાેમાં સહભાગી બનતા જણાવ. ભાઈ-ભાંડુનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. આપને આપના કાર્યક્ષેત્રે મહત્ત્વની તકો પ્રાપ્ત થાય. સફળતા અને પ્રગતિના માર્ગાે ખુલતા જણાય. આર્થિક રોકાણ માટે સમય સાનુકૂળ બની રહે. કાર્યબોજને કારણે શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. ધાર્મિક, માંગલિક કાર્યાેનું આયોજન થાય. સંતાન બાબતે ચિંતા રહે. તા.૧૨થી ૧૫ લાભદાયી, તા.૧૬થી ૧૮ પારિવારિક કાર્ય થાય.

 

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સુખ-દુઃખ જેવો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. નાણાકીય બાબતે તંગીનો અનુભવ થાય. હાલ મોટા આર્થિક રોકાણો મુલતવી રાખવા. આરોગ્ય સુખાકારી ઉત્તમ જળવાઈ રહે. જૂના રોગોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં એક-મેકનો સાથ-સહકાર મળી રહે. રાજકીય-સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકો માટે સમય કષ્ટદાયક પુરવાર થાય. શત્રુ-વિરોધીઓ હાવિ થતા જણાય. તા.૧રથી ૧પ મિશ્ર, તા.૧૬થી ૧૮ સ્વાસ્થ્ય સુધરે.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે સફળતાદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. કોઈ નવી અને મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત આપના વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકશે. યાત્રા-પ્રવાસ મજાનો પુરવાર થાય. પણ સાથે સાથે ખર્ચાળ પણ સાબિત થાય. કૌટુંબિક સંબંધોમાં આપની લાગણીઓ ઉપર કાબુ રાખવો. દિલની જગ્યાએ દિમાગથી કામ લેશો તો સફળતા મેળવી શકશો. તા.૧રથી ૧પ સારી, તા.૧૬થી ૧૮ લાભદાયી.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન રાજકીય-પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને વિશેષ માન-સન્માન પ્રાપ્ત થાય. વિદ્યાર્થીવર્ગને નવી રાહ-નવી દિશા મળી રહે. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય બની રહે. શારીરિક તથા માનસિક સ્વસ્થતા મેળવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધારેલા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા.૧રથી ૧પ નવીન તક મળે, તા.૧૬થી ૧૮ સાનુકૂળ.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે પરિશ્રમદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ ભાગ્ય કરતા પુરૂષાર્થ ઉપર વધારે ધ્યાન આપજો. આપ જેટલા પરિશ્રમ કરશો. તેટલું પરિણામ આપ મેળવી શકશો. દાંપત્યજીવનમાં એકરસતા અને મધુરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. તેના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહ્યા કરે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત અવિતર ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી વર્ગ અધિકારી સાથે મતભેદ થઈ શકે છે. તા.૧૨થી ૧૫ આનંદદાયી, તા.૧૬થી ૧૮ કાર્યશીલ.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે આનંદાદયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તના સમયગાળા દરમિયાન ઘર-પરિવારના સભ્યો સાથે આપ માનસિક રીતે પ્રસન્ન રહી શકશો. ચિંતાઓ-જવાબદારીઓનો ભાર હળવો થતો જણાય. આપે આપની લાગણીઓ ઉપર કાબુ રાખવો, નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. સામાજિક ક્ષેત્રે શત્રુ-વિરોધીઓ બાબતે સાવધાન રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. તા.૧રથી ૧પ સાનુકૂળ, તા.૧૬થી ૧૮ આનંદદાયી.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે કામનું ભારત વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન અધુરા કે પડતર કાર્યાેનો ભાર આપના ઉપર સ્પષ્ટ દેખાય. શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. મહેનતના ફળ મીઠા સમજવા. સામાજિક ક્ષેત્રે મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાત ફળદાયી થઈ શકે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા ખર્ચાળ પુરવાર થાય. વિદ્યાર્થી વર્ગને અપેક્ષા અનુસાર પરિણામ પ્રાપ્ત થાય. તા.૧રથી ૧પ કાર્યભાર, તા.૧૬થી ૧૮ મિલન-મુલાકાત.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે આત્મચિંતન કરાવનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન કરવામાં વ્યસ્ત રહેશો. નાની-મોટી મુસાફરી-પ્રવાસનું આયોજન શક્ય બને. કૌટુંબિક ક્ષેત્રે આનંદભર્યું વાતાવરણ જોવા મળે. વડીલવર્ગ સાથે મતભેદ હશે તો દૂર થાય. નાણાકીય રીતે સમય નબળો પુરવાર થાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય કરવા આકર્ષાતા જણાવ. તા.૧રથી ૧પ ખર્ચ-વ્યય, તા.૧૬થી ૧૮ મિશ્ર.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે ભાગ્યબળ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધામાં લાભદાયી તકો પ્રાપ્ત થાય. નાણાની પ્રાપ્તિની ઈચ્છા ફળીભૂત થતાં ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. શત્રુ-વિરોધીઓથી નુકસાન થવાની સંભાવના જણાય છે સાવચેત રહેવું. સલાહભર્યું છે. આરોગ્ય બાબતે ઋતુગત બીમારીઓથી સાવચેત રહેવું. જાહેર સમારોહમાં હાજરી આપવાથી વ્યસ્તતા જણાય. તા.૧રથી ૧પ લાભદાયી, તા.૧૬થી ૧૮ ખર્ચાળ.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મુકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. માનસિક દૃષ્ટિએ શત્રુ-વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે અનુકૂળતા રહે. મોજ-શોખ પાછળ ખર્ચ થાય. તા.૧રથી ૧પ વ્યાવસાયિક લાભ, તા.૧૬થી ૧૮ મધ્યમ ફળદાયી.

close
Ank Bandh