Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મની લોન્ડરીંગ કેસમાં ઈ.ડી. દ્વારા
મુંબઈ તા. ૬: અનિલ અંબાણીની મુશ્કેલી વધી રહી છે. મુંબઈ-હૈદરાબાદમાં રિલાયન્સ પાવરના ૧૦ થી ૧ર ઠેકાણે ઈ.ડી.એ દરોડા પાડ્યા છે.
ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં ફરી એકવાર મોટો વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે તેમની ગ્રુપ કંપની રિલાયન્સ પાવર લિમિટેડ સામે મની લોન્ડરીંગ કેસ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રવર્તન નિર્દેશાલય દ્વારા શુક્રવારે અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ પાવર લિમિટેડ વિરૂદ્ધ મની લોન્ડરીંગની તપાસના ભાગરૂપે મુંબઈ અને હૈદરાબાદમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન (દરોડા) હાથ ધરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ આ બન્ને શહેરોમાં કંપની અને તેના વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાયેલા આશરે ૧૦-૧ર સ્થળો પર તપાસ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીની અંદાજે ૧પ ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસ કથિત બેંક છેતરપિંડી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે, જેમાં અનિલ અંબાણીની ઘણી કંપનીઓની નાણાકીય લેવડદેવડ અને મની લોન્ડરીંગ અંગે ઈડી લાંબા સમયથી તપાસ કરી રહી છે. આ દરોડાએ અનિલ અંબાણીની આર્થિક અને સામાજિક પ્રતિષ્ઠા પર વધુ એક મોટો ફટકો માર્યો છે. રિલાયન્સ ગ્રુપ પહેલેથી જ વિવિધ નાણાકીય મુશ્કેલીઓ અને દેવાના બોજ નીચે દબાયેલું છે. ઈડી દ્વારા શરૂ કરવામાં આવેલી આ તાજેતરની તપાસથી રિલાયન્સ પાવરના શેરમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial