Advertisement
Author: નોબત સમાચાર

ભારતને વેપાર કરારોમાં બહુ મોટી રાહતની સંભાવના ઓછીઃ અમેરિકા

અમેરિકા ફૂંકી ફૂંકીને કદમ ભરી રહ્યું છે

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૬: અમેરિકા સાથે વેપાર કરાર અંગે વાતચીત કરી રહેલા અધિકારીએ ચોખવટ કરી છે કે 'ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ' આ નિવેદનનો અર્થ એવો થાય કે આ વેપાર કરારમાં ભારતને બહુ મોટી રાહતની સંભાવના ઓછી છે.

ભારત અને અમેરિકા વચ્ચવે વેપાર મંત્રણાઓ ચાલી રહી છે ત્યારે અમેરિકાએ અત્યંત મહત્ત્વનું અને કડક વલણ અપનાવ્યું છે. અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડોએ સ્પષ્ટ કર્યું છે કે ભારતને ચીન જેવી આર્થિક રાહતો આપવામાં આવશે નહીં.

રાયસીના ડાયલોગ દરમિયાન લેન્ડોએ જણાવ્યું હતું કે, ર૦ વર્ષ પહેલા ચીનને જે પ્રોત્સાહનો આપવામાં આવ્યા હતાં, તેનાથી ચીન એક પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવ્યું છે. 'અમે ભારત સાથે કામ કરીને તેની 'અસિમિત ક્ષમતા'ને અનલોક કરવા માગીએ છીએ, પરંતુ ભારતે સમજવું જોઈએ કે અમે ભારત સાથે એવી ભૂલો નહીં કરીએ જે અમે ર૦ વર્ષ પહેલા ચીન સાથે કરી હતી.'

અમેરિકા અત્યારે ભારત સાથેના વેપાર કરારોમાં વધુ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યું છે. ટ્રમ્પ વહીવટી તંત્રે ભારત સાથેની અનેક મંંત્રણાઓ પછી ભારતીય સામાન પરના ટેરિફ પ૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યા છે. નવી દિલ્હી અત્યારે એવા વૈશ્વિક વાતાવરણમાં કામ કરી રહ્યું છે, જ્યાં અમેરિકા ટેરિફનો ઉપયોગ ભૂ-રાજકીય મંત્રણાઓમાં લિવરેજ તરીકે કરી રહ્યું છે. ભારત કોઈપણ એક બજાર પર નિર્ભર રહેવાને બદલે યુરોપિયન યુનિયન અને અન્ય દેશો સાથે પણ વેપાર સોદા કરી રહ્યું છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતની ઊર્જા સુરક્ષા જોખમમાં છે. આ તણાવ વચ્ચે લેન્ડોએ ભારતની ટૂંકા અને લાંબા ગાળાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે અમેરિકાના સમર્થનની ઓફર કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી બન્ને માટે 'વિન-વિન' (બન્ને પક્ષે ફાયદાકારક) સાબિત થશે.

ઈરાન-ઈઝરાયલ કે મધ્ય પૂર્વના સંઘર્ષમાં ભારતે હજુ સુધી કોઈ પક્ષ લીધો નથી, અને તે પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવા સાથે વેપાર મંત્રણાઓને આગળ વધારી રહ્યું છે, જો કે અમેરિકા દ્વારા સતત ભારત પર જે પ્રકારે હુમલા થઈ રહ્યા છે, તે અસહ્ય જ લેખી શકાય. તેમ છતાં ભાજપ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા કે ટિપ્પણીથી બચી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh