Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભુજીયા કોઠાવાળો માર્ગ આજથી બે દિવસ માટે બંધ

ટોપ ફલોર વુડન રૃફિંગના કામને લઈઙ્મો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯ઃ જામનગરમાં તળાવની પાળે ભુજિયા કોઠાવાળો માર્ગ વાહન વ્યવહાર માટે બે દિવસ બંધ રહેશે તેમ કમિશનરના જાહેરનામામાં જણાવાયું છે.

જામનગરમાં ભુજિયા કોઠા પાસે જરૃરી કામગીરી કરવામાં આવનાર હોવાથી આજ તા. ૯ અને આવતીકાલ તા. ૧૦ ના આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રાખવા મ્યુનિ. કમિશનર દ્વાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન મોદીએ  બી.પી.એમ.સી. એક્ટની કલમની જોગવાઈ હેઠળ મળેલ સત્તાની રૃએ ભુજીયા કોઠા કેઇનનું તથા ભૂજીયા કોઠા ઉપરના ટોપ ફ્લોરનું વુડનનું રૃફિંગની કામગીરી અનુસંધાને ભુજીયા કોઠા પેટ્રોલ પંપથી ખંભાળીયા ગેઇટ વાળો રસ્તો સલામતીના ભાગરૃપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. ૦૯-૦૫-૨૦૨૫ થી ૧૦-૦૫-૨૦૨૫ (બે-દિવસ) સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવં છે. જેનો અમલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધ બી.પી.એમ.સી. એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

જો કે તમામ પ્રકારના વાહનો માટેની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભુજીયા કોઠા પેટ્રોલ પંપથી ખંભાળીયા ગેઇટ જવાના રસ્તા પરથી સદરહુ રસ્તા પર ક્રોસિંગ કરતા તમામ વાહન વ્યવહાર બંધ રહેશે, જેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા જોલી બંગલા રોડ પર થી કરી શકાશે  તદ ઉપરાંત સદરહુ રોડની આજુબાજુના દિગ્વિજય પ્લોટ શેરી નં. ૧ થી ૧૦ના આંતરિક રસ્તાઓનો પણ વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકાશે. તેમ કમિશનરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh