Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાજના યુવકની હત્યાની આશંકા
જામનગર તા. પઃ કાલાવડમાં દાઉદી વ્હોરા સમાજના એક યુવકનું તાજેતરમાં મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે કાલાવડ વ્હોરા સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી યોગ્ય તપાસની માંગ કરી હતી.
દાઉદી વ્હોરા સમાજના મુર્તુજાભાઈ યુસુફભાઈ હીરાણીનો ગત્ તા. રપ-૧-ર૦ર૬ ના કૂવામાંથી મૃતદેહ મળ્યો હતો. પરંતુ મૃતદેહની હાલત જોતા તેનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું માનવું મુશ્કેલ છે, કારણ કે તેના માથામાં પણ ઈજા હોવાનું જોવા મળ્યું હતું. આથી આ બનાવ હત્યાનો હોવાનું પણ નકારી શકાય નહીં.
આ મુદ્દે ગઈકાલે કાલાવડમાં દાઉદી વ્હોરા સમાજે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવી આ બનાવની ઝીણવટભરી તપાસ કરી સત્ય શોધવા માંગ કરી હતી, અને મૃતકના પરિવારને ન્યાય મળે તેવી પણ માંગ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial