Advertisement
Author: નોબત સમાચાર

પ્રજાસત્તાક પર્વે દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફરકાવ્યો તિરંગો

પરેડના ચીફ ગેસ્ટ તરીકે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષા એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષા ઉર્સુલા વોન ડેર લેયેન ઉપસ્થિત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૬: આજે દેશના ૭૭ મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી દેશભરમાં થઈ રહી છે. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મેએ તિરંગો લહેરાવી સલામી ઝીલી હતી. તે પછી વિવિધ રાજ્યોની ઝાંખી કરતા ટેબ્લો, ભારતીય સેના સહિત સુરક્ષાદળોની પરેડ,આકાશમાં ફાઈટર જેટ્સનું 'ઓપરેશન સિંદૂર' ફોર્મેશર સહિતની કૃતિઓ રજૂ થઈ હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન કાઉન્સિલ તથા યુરોપિયન કમિશનના અધ્યક્ષા- મહિલાઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

દેશ આજે ૭૭ મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. કર્તવ્યપથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું, અને ર૧ તોપોની સલામી આપવામાં આવી હતી.

પ્રજાસત્તાક દિવસની પરેડના ચીફ ગેસ્ટ યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષા એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષા ઉર્સુલા વોન ડેર લેયેન કર્તવ્ય પથ પર હાજર રહ્યા.

આ વર્ષે મુખ્ય પરેડ વંદે માતરમ્ થીમ પર હતી. પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર ૩૦ ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં. આ ટેબ્લો 'સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ્ અને સમૃદ્ધિનો મંત્ર આત્મનિર્ભર ભારત' થીમ પર આધારિત હતાં.

ગુજરાતના ટેબ્લોમાં વંદે માતરમ્ થીમ સાથે સ્વદેશી, આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના મંત્રનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેડમ ભીખાજી કામા અને મહાત્મા ગાંધી પણ ચરખા કાંતતા જોવા મળ્યા હતાં.

વંદે માતરમ્ ના ૧પ૦ વર્ષ પૂર્ણ થવા પર કર્તવ્ય પથ પર એક ખાસ પ્રસ્તૃતિ આપવામાં આવી હતી, જેમાં સમગ્ર ભારતની સાંસ્કૃતિક વિવિધતાને એક જ દોરમાં રજૂ કરવામાં આવી હતી, જેણે બધા શ્રોતાઓને અભિભૂત કરી દીધા હતાં.

આકાશ મિસાઈલ અને ડ્રોન શક્તિ ઈગલ પ્રહારે કર્તવ્ય પથ પર માર્ચ કરી કેપ્ટન હર્ષિતા યાદવના નેતૃત્વમાં ભારતીય સેનાની એનિમલ ટૂકડીએ પણ કૂચ કરી. ભારતીય વાયુસુનાની ટૂકડીએ પણ કૂચ કરી હતી. દિવ્યાસ્ત્ર અને અગ્નિબાન ટૂકડીઓએ પરેડ કરી, સાથે જ રોકેટ ટૂકડીએ સૂર્યાસ્ત્ર અને બ્રહ્મોસ મિસાઈલ ટૂકડીએ પણ કર્તવ્ય પથ પર કૂચ કરી, જેનાથી દરેક ભારતીયનું હૃદય ગર્વથી ભરાઈ ગયું. ૭૭ મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યવગસાહસિક્તા મંત્રાલયનો ટેબલો ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતું હતું, તેમાં ભારતમાં થઈ રહેલા ફેરફારોને બતાવામાં આવ્યા હતાં.

ગૃહ મંત્રાલયના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને એનડીઆરએફના ટેબ્લોમાં ભૂજ ભૂકંપના રપ વર્ષ પૂરા થયા તે દર્શાવવામાં આવ્યું હતું.

૭૭ મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સેનાના ત્રણેય દળોએ માર્ચ કરી હતી, જેમાં ઓપરેશન સિંદૂર, એક્તા દ્વારા વિજય દર્શાવતા માર્ચ કરી હતી.

કર્તવ્ય પથ પર કુમાઉ રેજિમેન્ટ, ગોરખા ટ્રેનિંગ સેન્ટર અને ૧૧ ગોરખા રાઈફલ્સના આર્મી બેન્ડમાં ૭૪ મ્યુઝિશિયનોએ માર્ચ કરી. બેન્ડના સૂરોથી ષમા મંત્રમુગ્ધ થઈ ગયા હતાં.

તે પહેલા આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે નેશનલ વોર મેમોરિયલ (રાષ્ટ્રીય સમર સ્મારક) પર પહોંચીે દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ ભાવુક ક્ષણે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ત્રણય સેનાના વડાઓ પણ હાજર રહ્યા હતાં. શહીદોને નમન કર્યા પછી પીએમ મોદીએ સ્મારકની ડિજિટલ વિઝિટર બુકમાં પોતાના વિચારો વ્યક્ત કરી વિકસિત ભારતના સંકલ્પને દોહરાવ્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા આ વખતની ઉજવીમાં 'સબકા સાથ, સબકા વિકાસ'ના મંત્રને સાર્થ કરતા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. દેશભરના વિવિધ રાજ્યોમાંથી લઘુમતી સમુદાયો જેવા કે મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને પારસી પરિવારોને ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતાં. લઘુમતી બાબતોના મંત્રી કિરન રિજ્જિુએ આ પરિવારો સાથે મુલાકાત કરી હતી.

કર્તવ્ય પથ પર નીકળેલી વિવિધ રાજ્યોની રંગબેરંગી ઝાંખીઓએ ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ખેક્તાના તાંતણે બાંધી હતી. ર૬ જાન્યુઆરી ૧૯પ૦ ના જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું, તે જ ગૌરવશાળી લોકતાંત્રિક મૂલ્યોયને આજે આધુનિક ટેક્નોલોજી અને શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતાં.

વાયુ સેનાના વિમાનોના કરતબ અને જમીન પર સેનાની ટૂકડીઓના પગરવથી આખું દિલ્હી ગૂંજી ઊઠ્યું. ૭૭ મો ગણતંત્ર દિવસ સાબિત કરે છે કે ભારત માત્ર સુરક્ષિત જ નહીં, પરંતુ તે એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે વિશ્વના નક્શા પર ઉભરી રહ્યું છે.

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુકલાને શાંતિ સમયના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર *અશોકચક્ર* થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની ઐતિહાસિક સફર ખેડીને ભારતનું નામ રોશન કરનાર શુક્લાને આ સન્માન મળતા આખો દેશ વર્ગ અનુભવી રહ્યો છે. તેમની સાથે જ અન્ય ૭૦ સૈન્ય કર્મીઓને વિવિધ વીરતા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વિદેશી ધરતી પર ઓપરેશન સિંદૂર દરમ્યાન અપ્રતિમ સાહસ બતાવનાર જવાનોનો પણ સમાવેશ થાય છે.

લશ્કરી શક્તિના પ્રદર્શનમાં આ વખતે ભારતીય સેનાએ*બેટલ એરે* ફોર્મેટમાં યુદ્ધ શ્રેણીનું પ્રદર્શન કર્યું હતું. આકાશમાં સ્વદેશી પ્રચંડ અને અપાચે હેલિકોપ્ટરોની ગર્જના વચ્ચે જમીન પર ટી-૯૦ ભીષ્મ ટેન્ક, અર્જુન એમ.બી.ટી. અને બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત પરેડમાં રોબોટિક્ ડોગ્સ, અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલ્સ (યુ.વી.જી.) અને સ્વાર્મ ડ્રોન્સ જેવી અત્યાધુનિક ટેકનોલોજીને સામેલ કરવામાં આવી હતી, જે *આત્મ નિર્ભર ભારત*ની શક્તિનું પ્રતીક છે. વધુમાં, શક્તિબાન રેજિમેન્ટ અને ભૈરવ લાઈટ કમાન્ડો બટાલિયને પણ પ્રથમવાર કર્તવ્ય પથ પર પોતાની તાકાત બતાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh