Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ બદલાયુ તેવી જ રીતે
નવીદિલ્હી તા. ૧: પાકિસ્તાને રાતોરાત એનએસએની હકાલપટ્ટી કરીને પહલગામ હુમલા બાદ ભારતના સતત એકશનથી ડરેલા પાકિસ્તાને ગુપ્તચર એજન્સીના વડાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો વધારાનો હવાલો સોંપ્યો છે.
પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા સુરક્ષાને લઈને લેવામાં આવી રહેલા સતત આકરા પગલાંથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ એપ્રિલના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં નવા સભ્યોની નિમણૂક કરી અને આલોક જોશીને અધ્યક્ષ બનાવ્યા. આ ઘટનાક્રમ વચ્ચે, પાકિસ્તાને પણ પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારમાં મોટો ફેરફાર કર્યો છે.
પાકિસ્તાનની ખતરનાક ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને દેશના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મલિકને સપ્ટેમ્બર ૨૦૨૪માં આઈએસઆઈના વડા બનાવવામાં આવ્યા હતા અને હવે તેમને એનએસએનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આઈએસઆઈના પ્રમુખ બનતા પહેલાં અસીમ મલિકે પાકિસ્તાની સેનાના મુખ્યાલયમાં એડજ્યુટન્ટ જનરલ તરીકે પણ સેવાઓ આપી હતી, જ્યાં તેમણે કાનૂની અને શિસ્ત સંબંધિત બાબતો સહિત લશ્કરી વહીવટી મુદ્દાઓની દેખરેખ રાખી હતી.
એક્સપ્રેસ ટ્રિબ્યુનના જણાવ્યા અનુસાર, એડજ્યુટન્ટ જનરલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનમાં કેટલીક મોટી ઘટનાઓ બની હતી, જેમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ અને ત્યારબાદ તેમના સમર્થકો અને પાર્ટી કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોનો સમાવેશ થાય છે.
પોતાના લશ્કરી કારકિર્દી દરમિયાન અસીમ મલિકે બલૂચિસ્તાન અને દક્ષિણ વઝીરિસ્તાનમાં પણ ડિવિઝનની કમાન સંભાળી હતી. આ બંને વિસ્તારો પાકિસ્તાન માટે ભારે સુરક્ષા પડકારો ઊભા કરતા રહૃાા છે. પાકિસ્તાન સરકારે મલિકની નિમણૂક એવા સમયે કરી છે જ્યારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે. આ હુમલામાં ૨૮ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધા છે.
તાજેતરના આકરા પગલાંની વાત કરીએ તો, ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આ સાથે જ પાકિસ્તાનના ઘણા જાણીતા કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ચેનલોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના લોકપ્રિય કલાકારો હાનિયા આમિર, માહિરા ખાન અને અલી ઝફર ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ હવે સરકાર દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ચેનલોને ભારતમાં નિલંબિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહૃાું છે અને શુક્રવારે સાતમા દિવસે પણ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન ચાલુ રહૃાું હતું.
ગુરુવારે જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી કારણ વગર નાના હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ કડક સ્વરમાં કહૃાું હતું કે ભારત દરેક આતંકવાદી અને તેના સમર્થકોને ઓળખશે, તેમનો પીછો કરશે અને પછી તેમને સજા આપશે.
વડાપ્રધાન મોદીએ મંગળવારે ટોચના સંરક્ષણ અધિકારીઓને કહૃાું હતું કે પહલગામ હુમલા પર ભારતની પ્રતિક્રિયાની રીત, લક્ષ્ય અને સમય અંગે નિર્ણય લેવા માટે સશસ્ત્ર દળોને 'ખુલ્લી છૂટ' છે. બીજી તરફ, પાકિસ્તાન તરફથી પોકળ ધમકીઓનો સિલસિલો યથાવતછે.
તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું હતું કે પહલગામ હુમલા સાથે તેમને કોઈ લેવાદેવા નથી અને જો તેમને ઉશ્કેરવામાં આવશે તો તેઓ સખત પ્રતિક્રિયા આપશે તેવી ધમકી પણ આપી હતી. દરમિયાન, એવી અટકળો પણ વહેતી થઈ છે કે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો પહેલાં ભડકાઉ નિવેદનો આપનારા પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર 'પાકિસ્તાન છોડીને ભાગી ગયા છે' અથવા 'કાર્યવાહીમાં ગુમ' છે. સોશિયલ મીડિયા પર આ અંગે અનેક દાવાઓ અને મીમ્સ વાયરલ થઈ રહૃાા છે, જેમાં કહેવામાં આવી રહૃાું છે કે પાકિસ્તાની સેના પ્રમુખ ક્યાં તો તેમના પરિવાર સાથે દેશ છોડીને ભાગી ગયા છે અથવા રાવલપિંડીમાં એક બંકરમાં છુપાયેલા છે. બીજી તરફ, પાકિસ્તાનના તમામ મોટા નેતાઓએ ભારત વિરુદ્ધ પોતાની નિવેદનબાજી બમણી કરી દીધી છે, આ બધી હિલચાલ પર આખી દુનિયાની નજર મંડાયેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial