Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના બેહમાં જુંગીવારા વાછરાડાડાનો નવમો પાટોત્સવ ઉજવાયોઃ હજારો ભાવિકો ઉમટ્યા

નૂતન ધ્વજારોહણ, લોકડાયરો, યજ્ઞ, પ્રસાદી, માટલી રમતો સાથે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. રઃ ખંભાળિયા તાલુકાના બેહ ગામે જુંગીવારા વાછરાભાના નવમા વાર્ષિક પાટોત્સવમાં હજારો ભાવિકો ઉમટ્યા હતાં.

ખંભાળિયા તાલુકાના બેહ ગામે આવેલા પ્રાચીન તથા ઐતિહાસિક તથા ચમત્કારિક ગણાતા જુંગીવારા વાછરાડાડાના મંદિરનો નવમો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો તથા સવારના ધ્વજારોહણથી રાત્રિના લોકડાયરા સુધી હજારોની સંખ્યામાં ભાવિકો આસપાસના ગામો તથા દૂર દૂરથી ઉમટ્યા હતાં.

જુંગીવાળા ધામ ટ્રસ્ટ તથા સમસ્ત બેહ ગામ દ્વારા યોજાયેલ આવમા પાટોત્સવની શરૂઆત મંદિરે સવારે સાત વાગ્યે નૂતન ધ્વજારોહણથી થઈ હતી. સવારથી જ મંદિરના પટાંગણમાં હવન યજ્ઞ યોજાયો હતો. જેનું બપોરે બીડું હોમવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. બપોરના ૧ર વાગ્યાથી સાંજના સાડાસાત વાગ્યા સુધી પ્રસાદી યોજાઈ હતી. જેનું વ્યવસ્થિત આયોજન થયું હતું અને હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. જેના દાતા રામદેભાઈ લાખાભઈ વલાણી રહ્યા હતાં. બપોરે બે વાગ્યે માટલી રમત સાથે દાંડિયારાસનો પણ કાર્યક્રમ યોજાયો હતો, તો રાત્રે ૧૦ વાગ્યે ગૌશાળાના લાભાર્થે ભીમભાઈ ઓડેદરા ગ્રુપ આદિત્યાણાની કાનગોપી રાસ મંડળી તથા જાણીતા કલાકારો ભાવેશ આહિર, તૃપ્તિ ગઢવી, જશુબેન રબારી, ઉદય ધાંધલનો ડાયરો પણ યોજાયો હતો. સવારથી રાત્રિ સુધીમાં હજારો ભાવિકો વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતાં.

વર્ષોપહેલા જુંગવાળા વનમાં માનવભક્ષી રાક્ષસના ત્રાસમાંથી ઉગારવા બાર વર્ષની બાળા કરમયબાઈ દ્વારા વાછરાડાડા પ્રગટ થયેલા તથા ચારણ-ગઢવી સહિત અઢારે વર્ણના લોકોની આસ્થાનું પ્રતીક જુંગીવારા વાછરાભાનું આ પંથકમાં ખૂબ જ મહત્ત્વ છે તથા અહીં લોકો મોટી સંખ્યામાં રોજ દર્શને પણ આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh