Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિસામણેથી તેડી જવાયા પછી પણ થઈ બોલાચાલીઃ
જામનગર તા. ૭: જામનગરના હાપાના ખારી વિસ્તારમાં રહેતા એક પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ભાઈના ઘેર રિસામણે ચાલ્યા ગયેલા આ મહિલાને પતિ ફરીથી તેડી આવ્યા પછી બોલાચાલી થતાં તેણીએ આ પગલું ભર્યું હતું. પોલીસે તેણીના નિવેદન પરથી પતિ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર નજીકના હાપાના ખારી વિસ્તારમાં આવેલા બાવરીવાસમાં રહેતા કવિતાબેન શિવરતન સોલંકી (ઉ.વ.રપ) નામના પરિણીતાએ ગઈકાલે સવારે હાપાના ઢાળીયા પાસે ફાટક બાજુના રસ્તા પર જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ મહિલાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બાબતની પોલીસને જાણ કરવામાં આવતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.આર. પરમાર દોડી ગયા હતા. તેઓએ કવિતાબેનનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેણીના પતિ શિવરતન ઉર્ફે વિજય સોલંકી અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપી પજવતો હોવાથી ચારેક મહિના પહેલાં કવિતાબેન ભાઈના ઘેર હનુમાન ટેકરી પાસે રહેવા જતા રહ્યા હતા.
ત્યારપછી ગુરૂવારે રાત્રે શિવરતન તથા અન્ય વ્યક્તિઓ સમાધાન કરી કવિતાબેન અને તેમના બાળકોને લઈ જવા માટે આવ્યા પછી ફરીથી પતિ સાથે બોલાચાલી થતાં માઠું લાગી આવવાથી તેણીએ ઝેરના પારખા કર્યા છે. પોલીસે તેણીના નિવેદન પરથી શિવરતન ઉર્ફે વિજય સોલંકી સામે બીએનએસની કલમ ૮પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial