Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ મોઢ વણિક નટવરલાલ છબીલદાસ મહેતા (ઉ.વ. ૯૩) તે સ્વ. વીણાબેનના પતિ, કીર્તિ, પ્રતિમા, બિમલ, વિરેનના પિતા, તનીશ, મીતના દાદા તા. ૧૯ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૨-૧-૨૬ના ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યું છે.
જામનગરઃ શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ પુષ્કરભાઈ જયંતિલાલ ભટ્ટ (વોલેન્ટરી બ્લડબેંક, જામનગર. ઉ.વ.૬૩) તે કિશનભાઈ, આરતીબેનના પિતા, સ્વ. કિરીટભાઈ (પી.ડબલ્યુ.ડી.)ના ભાઈનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૨ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન સુખનાથ મહાદેવ મંદિર, ગણેશ કોલ્ડ સ્ટોરેજની પાસે, રાજપાર્ક, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ વિનોદરાય બાબુલાલ મારૂ (ઉ.વ.૭૫) તે જયોત્સનાબેનના પતિ, સ્વ. રજનીકાંતભાઈના ભાઈ, સ્વ. શંભુભાઈ રાઠોડના જમાઈ, પ્રતિક, મનિષાના પિતાનું તા. ૨૦ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૨-૧-૨૬ને ગુરૂવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.
જામનગરઃ (મૂળ નાઘેડી, હાલ થીકા નૈરોબી) રાજ્ય પુરોહિત બ્રાહ્મણ દિવ્યકાંત ભટ્ટ (ઉ.વ.૬૨) તે સ્વ. વિનોદરાય પ્રાણજીવન ભટ્ટ, ગં.સ્વ. ગુણવંતીબેન વિનોદરાય ભટ્ટના પુત્ર, સંગીતાબેન (ગીતા) ના પતિ, મહર્ષિ, દર્શનના પિતા, સ્વ. જયદેવભાઈ, નિયંતાબેન મહેશકુમાર પંડયા, વિરદાનીબેન હરેશકુમાર ખેતિયા, હર સ્મિતાબેન (હર્ષા) દિપકકુમાર બારોટના ભાઈ, મિત, પ્રાથનાના દાદા, શાંતિલાલ ભટ્ટ (સોડસલા, હાલ થીકા)ના જમાઈનું તા. ૧૮-૧-૨૬ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૨-૧-૨૬ના ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગર (મૂળ નાના ખડબા) નિવાસી મંગલસિંહ ભૂપતસિંહ જાડેજા (અજંતાવાળા), તે પ્રદીપસિંહના પિતા, શૈલેન્દ્રસિંહના દાદાનું તા. ૨૦ના અવસાન થયું છે.
કોર્પોરેટર કેશુભાઈ માડમના માતાનું નિધન
જામનગરઃ મીણીબેન મેરૂભાઈ માડમ, તે જામનગરના વોર્ડ નં. ૪ના કોર્પોરેટર કેશુભાઈ મેરૂભાઈ માડમ, પ્રદીપભાઈ, અશોકભાાઈ, નિલેશભાઈ, સ્વ. શૈલેષભાઈના માતાનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૨ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન નવાગામ ઘેડ, માડમ ફળીના ચોકમાં, જામનગરમાં રાખવામાં આવ્યું છે.