Advertisement
Author: નોબત સમાચાર

છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બધેલના પુત્રની મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ

સરકારી તિજોરીને રૂ. ૨૧૦૦ કરોડના નુકસાનનુ લીકર કૌભાંડ હવે ૩૨૦૦ કરોડે પહોંચ્યુ છેઃ ઈડીએ નિવાસ સ્થાને દરોડા પાડયા પછી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૮: આજે વહેલી સવારે દરોડા પાડયા પછી ઈડી દ્વારા છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બધેલના પુત્ર ચૈતન્યની ધરપકડ કરવામાં આવી છે, જેને ભૂપેશ બધેલે એજન્સીઓનો દુરૂપયોગ ગણાવ્યો છે.

છત્તીસગઢના બહુચર્ચિત લીકર કૌભાંડમાં હવે ભૂપેશ બઘેલ પણ ફસાયા છે. આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ની ટીમે ભિલાઈમાં ભૂપેશ બઘેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. અને આ લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલના દીકરા ચૈતન્ય બઘેલની સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, આ મામલે નવા સાક્ષી મળ્યા બાદ ઈડીએ પીએમએલએ એક્ટ હેઠળ દુર્ગ જિલ્લાના ભિલાઈ શહેર સ્થિત બઘેલ આવાસ પર દરોડા પાડ્યા હતા. આ પિતા-પુત્રનું સહિયારૂ ઘર છે.

ઈડીનો આરોપ છે કે ચૈતન્ય બઘેલ એક લીકર સિન્ડિકેટ દ્વારા પૈસા મેળવતો હોવાની આશંકા છે. તેણે ૨૦૧૯ અને ૨૦૨૨ વચ્ચે રાજ્યની સરકારી તિજોરીને ૨,૧૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચાડ્યું હતું. ઈડીએ અગાઉ માર્ચ ૨૦૨૫માં ચૈતન્ય બઘેલને ત્યાં આ રીતે જ દરોડા પાડ્યા હતા.

પોતાના દીકરાની ધરપકડ બાદ ભૂપશ બઘેલની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહૃાું કે, 'એકબાજુ બિહારમાં ચૂંટણી પંચની મદદથી મતદારોના નામ દૂર કરવામાં આવી રહૃાા છે. પ્રજાતંત્રનું ચીરહરણ કરવામાં આવી રહૃાું છે. બીજી બાજુ વિપક્ષના નેતાઓને દબાવવા માટે ઈડી, આઈટી, સીબીઆઈ, ડીઆરઆઈનો દુરૂપયોગ કરવામાં આવી રહૃાો છે. પરંતુ, હવે દેશની જનતા સમજી ગઈ છે અને સારી રીતે જાગૃત છે. મારા જન્મ દિવસે મારા સલાહકાર અને બે ઓએસડીના ઘર પર ઈડી મોકલી હતી અને હવે મારા દીકરા ચૈતન્યના જન્મ દિવસ પર અમારા ઘરે ઈડીના દરોડા પાડવામાં આવ્યા. આ ભેટ માટે આભાર. આખી જિંદગી યાદ રહેશે.

નોંધનીય છે કે, છત્તીસગઢમાં એક્સાઇઝ કૌભાંડ હવે ૨૧૦૦ કરોડ રૂપિયાથી વધીને ૩૨૦૦ કરોડ રૂપિયા થઈ ગયું છે. એજન્સીઓ આ મામલાની સતત તપાસ કરી રહી છે. મંગળવારે, ઈડીની ટીમે હોટેલ માલિક વિજય અગ્રવાલના ભિલાઈ નિવાસસ્થાન તેમજ હોટેલ અને અન્ય ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ટીમે વિજય અગ્રવાલના ગોવા અને દિલ્હીના સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. જેમાં ઈડીએ ૭૦ લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.

હોટેલ માલિક વિજય અગ્રવાલને પૂર્વ મુખ્યમંત્રીના નજીકના માનવામાં આવે છે. જેથી, હવે આજે સવારે ઈડીએ ભૂપેશ બઘેલના ઘરે પણ દરોડા પાડ્યા હતા.

પૂર્વ મુખ્યમંત્રી બઘેલે આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર માહિતી આપતાં કહૃાું કે, ઈડી આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે. તમનારમાં અદાણી દ્વારા કાપવામાં આવતા વૃક્ષોનો મુદ્દો આજે ઉઠાવવાનો હતો. તેથી 'સાહેબે'  ભિલાઈના નિવાસસ્થાને  ઈડી મોકલી દીધી છે.

ઉલ્લેખનિય છે કે આજે છત્તીસગઢ વિધાનસભાના ચોમાસુ સત્રનો પાંચમો અને છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં ભૂપેશ બઘેલે સરકાર પર આરોપ લગાવ્યો છે કે તમનારમાં કાપવામાં આવતાં વૃક્ષોનો મુદ્દો ગૃહમાં ઉઠાવવાનો હતો, પરંતુ આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે, આવું ન થાય.

ઈડી એ રાયપુર તેમજ અન્ય કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા છે. ભૂપેશ બઘેલ સામે સીબીઆઈની પણ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે, થોડા મહિના પહેલા, મહાદેવ બેટિગ એપ કૌભાંડમાં સીબીઆઈએ ભૂપેશ બઘેલને આરોપી બનાવ્યા હતા. સીબીઆઈએ કહૃાું હતું કે તે પણ લાભાર્થીઓમાંના એક હતા. સીબીઆઈ એ કહૃાું હતું કે બઘેલ કૌભાંડના લાભાર્થીઓમાંના એક છે. એફઆઈઆરમાં ૧૯ નામાંકિત આરોપીઓમાંથી બઘેલને છઠ્ઠા આરોપી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. સીબીઆઈએ મહાદેવ બેટિગ એપ કૌભાંડમાં નોંધાયેલી એફઆઈઆરમાં છઠ્ઠા આરોપી તરીકે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલનું નામ આપ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh