Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રમુખ રામભાઈ ખૂંટીના અધ્યક્ષસ્થાને
ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી ગ્રાહક અને શરાફી સહકારી મંડળીની ૩૫મી વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ રામભાઈ ખૂંટીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
સાધારણ સભામાં મંડળીના સભાસદોના કુલ ૪૫ જેટલા બાળકોને વર્ષ ૨૦૨૪-૨૫માં નવોદય, ધોરણ ૧૦, ધોરણ ૧૨ અને અન્ય ક્ષેત્રોમાં સફળ થવા બદલ પ્રશસ્તી પત્ર, ડાયરી, મેડલ તેમજ જનરલ નોલેજની બુક આપી સન્માનીત કર્યા હતા. ગત વર્ષ નિવૃત્ત થયેલા ચાર શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ત્રણેય સંઘના હોદૃેદારો, જેડીસી બેંકના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના મંત્રી પ્રકાશભાઈ ગોજીયાએ મંડળીના ગત વર્ષનું સરવૈયુ રજૂ કર્યું હતું. આ વર્ષથી મંડળીની એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી, જેમાં સભાસદો પોતાની ફરજિયાત બચત, લોન ની માહિતી પોતાના મોબાઈલમાં જ મેળવી શકશે. મંડળીના જ મહિલા કારોબારી સભ્ય સપનાબેન કાનાણીને એક અખબાર દ્વારા પાવર ઓફ વુમન એમ્પાયર એવોર્ડ મળેલ જે બદલ મંડળીએ તેમનું સન્માન કર્યું હતું. કિશોરભાઈ રામાવતે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન હાર્દિકભાઈ પંડયાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial