Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ પૂર્વે જ ભક્તિભાવ, શ્રદ્ધા અને સેવાનો મહાસાગર ચડ્યો હિલોળે

ચોમેર યાત્રિકોની ભીડ, પદયાત્રીઓનો પ્રવાહ, અનેરો ઉત્સાહઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. રઃ ગુજરાત અને સૌરાષ્ટ્રના છેવાડાના જિલ્લાઓમાંથી ફૂલડોલ ઉત્સવના ચાર દિવસ અગાઉ જ દ્વારકામાં ભક્તોની ચાદર દ્વારકામાં દ્વારકાધીશજીએ ઓઢાડી હોય તેવું ભક્તિમય વાતાવરણ કાનૂડાના નગરમાં જોવા મળી રહ્યું છે. સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે અને જય દ્વારકાધીશ ત્યા જય કાળીયા ઠાકોરના જયઘોષ સાથે પદયાત્રિકો જ્યારે જગતના તારણહારના પાદરમાં પહોંચે છે ત્યારે દ્વારકાનું વાતાવરણ કાંઈક અલગ જ જોવા મળી રહ્યું છે.

દ્વારકાના આંગણે જ પ્રવેશતા જ નગરની સેવાભાવિ સંસ્થાઓ દ્વારા પદયાત્રિકોના પ્રવેશ સાથે ચા-ઠંડા પીણા વિગેરેની સેવા અર્પણ કરવામાં આવે છે. સુમધુર વાજીંત્રો તથા ડિજિટલ સાઉન્ડ સીસ્ટમના મધુર સંગીતના તાલ સાથે રાસ રમતા રમતા કૃષ્ણના પદ યાત્રિકોનો પ્રવેશને નિહાળીને દ્વારકાવાસીઓમાં આનંદ-ઉલ્લાસ અને ભાવ વિભોરનો દરિયો તેમના અંતરઆત્મામાં ડોલી ઉઠે છે.

આજે સવારે દ્વારકાના નાકા ઉપર જ્યાંથી પદયાત્રિકો સીધા ગોમતી સ્નાન કરી વહેલી સવારની મંગળા આરતી તથા ૧૧ વાગ્યાની કાળીયા ઠાકરની શૃંગાર આરતીમાં જોડાયા ત્યારે મંદિરના વારાદાર પૂજારીએ અબીલ-ગુલાલની પોટલીઓ ભક્તો ઉપર વરસાવીને ભક્તોને દ્વારકાધીશના આશીર્વાદ આપ્યા હતાં.

ઢોલ-નગારા અને શરણાઈના સૂર સાથે ઠાકોરજીની મહાઆરતીમાં જગત મંદિરનું પરિસર ભાવ-ભક્તિના હિલોળે ચડ્યું હતું અને અબીલ-ગુલાલના જથ્થાબંધ છંટકાવથી યાત્રિકોએ સ્નાન કર્યુ હોય તેમ તેમના શરીરને રંગોના રંગથી રંગી નાખ્યું હતું.

મંદિર પરિસરમાં ફૂલડોલ ઉત્સવના ધર્મમય વાતાવરણનો હજારો પદ યાત્રિકોએ લાભ લીધો હતો. દ્વારકાધીશ મંદિરમાં પદ યાત્રિકોને ગુગળી જ્ઞાતિના પંડાઓએ પણ અબીલ-ગુલાલ સાથે તિલક કરી દ્વારકાધીશના આશીર્વાદ આપ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh