Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડમાં અગમ્ય કારણથી યુવકનો ગળાટૂંપોઃ
જામનગર તા. ૨: જામનગરના બેડેશ્વર વિસ્તાર નજીક માધાપર-ભુંગામાં રહેતા એક તરૂણીએ શનિવારે પોતાના ઘરમાં અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી છે. જ્યારે ભાણવડમાં એક સતવારા યુવાને પણ અગમ્ય કારણથી ગળાટૂંપો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. પોલીસે મૃતકના પિતાનંુ નિવેદન નોંધ્યું છે.
જામનગર નજીકના બેડેશ્વર પાસે આવેલા માધાપર ભૂંગામાં રહેતા યાસ્મીનબેન ઈશાકભાઈ ભગાડ નામના ૧૭ વર્ષના તરૂણીએ શનિવારે સાંજે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે કોઈ અકળ કારણથી ઘરમાં રહેલા લોખંડના એંગલમાં સાડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો તેની સાંજે તેમના પરિવારજનોને જાણ થઈ હતી.
આ સગીરાને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી અબ્બાસ હસનભાઈ ભગાડનું નિવેદન નોંધ્યું છે અને આ સગીરાના આત્મહત્યા પાછળના કારણને જાણવા માટે તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં જકાતનાકા પાસે વસવાટ કરતા જગદીશભાઈ નવીનભાઈ પરમાર (ઉ.વ.૩૧) નામના યુવાને શનિવારે રાત્રે પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણથી છતમાં રહેલા પંખામાં ઓઢણી બાંધી ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા નવીનભાઈ ધનજીભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial