Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ

આગામી તા. ૨૬ ફેબ્રુઆરીએ યોજાશે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૫: લોકોના પ્રશ્નો, ફરિયાદો, રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો ફેબ્રુઆરી માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૬-૨-૨૬ના સવારે ૧૧ વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરી, ખંભાળીયામાં યોજાશે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ, તાલુકા, અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોય અને તે અનીર્ણિત હોય તો અરજી કરી શકાશે. અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. અરજીમાં મોબાઈલ નંબર અચુક દર્શાવવાના રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. અરજદાર જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઈને રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો કરી શકશે નહીં. અરજદારો કચેરીમાં તા. ૧૦-૨-૨૬ સુધી પ્રશ્નો રજૂ કરી શકશે તેમ કલેકટર કચેરીની યાદીમાં જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh