Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકામાં આજથી મોરારીબાપુની કથાનો પ્રારંભ

ગઈકાલે દ્વારકા પહોંચી દ્વારકાધીશને શિશ નમાવી શંકરાચાર્યજીના લીધા આશીર્વાદ

                                                                                                                                                                                                      

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આવતીકાલથી વિશ્વવિખ્યાત રામકથાકાર પૂજય મોરારીબાપુની રામકથાનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર હાલાર પંથકમાં અને કૃષ્ણભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈકાલે બપોરે પૂજ્ય મોરારીબાપુ સોમનાથથી હવાઈ માર્ગે દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાસેના હેલિપેડ પર આવી પહોંચ્યા હતાં. જ્યાં તેઓનું ઉપસ્થિત મહાનુભાવોએ ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું. દ્વારકાધીશ મંદિરના પૂજારી ચિત્રાંગદભાઈ દ્વારા બાપુને ભગવાનના આશીર્વાદ સ્વરૂપે ઉપવસ્ત્ર ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સનાતન સેવા મંડળના સ્વામી કેશવાનંદજી મહારાજ દ્વારા પુષ્પહાર સાથે બાપુનું અભિવાદાન કર્યુ હતું. તે પછી બાપુએ શારદાપીઠમાં શંકરાચાર્ય સ્વામી સદાનંદજીના આશીર્વાદ પણ લીધા હતાં. આજથી શરૂ થનાર રામકથામાં બહોળી સંખ્યામાં સ્થાનિકો અને બહારગામથી ભાવિકોજનો ઉમટી રામકથાના રસપાનનો લ્હાવો લેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh