Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકોની અવનવી વેશભૂષા સાથે બહેનોએ હોળી રસિયા-ગરબા લીધાઃ
જામનગર તા. ૧૦: પ્રવર્તમાન પરિસ્થિતિમાં હિન્દૂ રાષ્ટ્ર અને સમાજના તમામ વર્ગના લોકો સંગઠીત બને તેવા હેતુસર જામનગરમાં યોજાયેલ વિરાટ હિન્દુ સંમેલનમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહૃાા હતા, સ્વસ્તિક સોસાયટી અને સદગુરુ કોલોની વસ્તીમાં યોજાયેલ વિરાટ હિન્દૂ સંમેલનમાં પાંચ વર્ષના બાળકથી લઈને નેવું વર્ષના વયોવૃદ્ધએ ભાગ લીધો હતો.
વિરાટ હિન્દુ સંમેલન કાર્યક્રમમાં દીપ પ્રાગટય સમિતિના અધ્યક્ષ કે.પી. સરવૈયા, ઉપાધ્યક્ષ જવાહરભાઈ મહેતા,ખજાનચી જયભાઈ પારેખ અને મુખ્ય વક્તા હિતાબેન ભટ્ટ તેમજ પ્રોફેસર વિમલભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ બાળકોની વેશભૂષા યોજાઇ હતી જેમાં ૨૫ થી પણ વધુ બાળકોએ સ્વામી વિવેકાનંદ, ઝાંસીની રાણી, ભારત માતા, ગાંધીજી વિગેરે અનેક પ્રેરણારૂપી પાત્રો ભજવ્યા હતા. તમામ બાળકોને વંદનાબેન વારીયા તરફથી પ્રોત્સાહક ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ સામૂહિક રીતે કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા નિવૃત્ત પ્રિન્સીપાલ જજ હિતાબેન ભટ્ટ દ્વારા દેશની સાંપ્રત પરિસ્થિતિ ભૂતકાળમાં જે રીતે ડરનો માહોલ અને હાલ લોકો ભયમુક્ત બની અને સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્રચાર પ્રસારના માધ્યમોથી તેમજ ફિલ્મના માધ્યમોથી તેમના વિચારો અને જે અભિવ્યક્તિ કરી રહૃાા છે તે અંગે વિસ્તૃત છણાવટ કરી અને હિન્દુ રાષ્ટ્રમાં હિન્દુઓનું સંગઠન તેમજ તેમના વિચારો કઈ રીતે રજૂ કરવામાં આવી રહૃાા છે તે અંગે માહિતી પૂરી પાડી હતી, ત્યારબાદ કે. પી. શાહ લો કોલેજના પ્રિન્સિપાલ અને કાર્યક્રમના બૌદ્ધિક વક્તા પ્રોફેસર વિમલભાઈ પરમાર એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા હોય શતાબ્દી વર્ષ નિમિત્તે જાહેર કરવામાં આવેલા પંચ પરિવર્તનના પાંચ વિચારો જેના થકી સ્વનો વિકાસ, રાષ્ટ્રનો વિકાસ અને અખંડ ભારત તરફના પ્રયાણ તરફની વાતો રજૂ કરી હતી, પ્રોફેસર વિમલભાઈ પરમારનું સાલ ઓઢાડીને સન્માન શીતલબેન પારેખ દ્વારા તેમજ નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હીતાબેન ભટ્ટનું સાલ ઓઢાડીને સન્માન તેજલબેન પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન સિદ્ધાર્થ બીપીનભાઈ શેઠ દ્વારા કરાયું હતું.
આ તકે ખાસ વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળકથી લઈને ૯૦ વર્ષ સુધીના વયોવૃદ્ધ ઉપસ્થિત રહૃાા હતા, કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી આ વિસ્તારના કોર્પોરેટર સરોજબેન વિરાણી, કિશનભાઇ માડમ, આશિષભાઈ જોશી તેમજ વોર્ડ નંબર ૨ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા સાંસદ પૂનમબેન માડમ દ્વારા કાર્યક્રમની સફળતા અંગેનો સંદેશો સિદ્ધાર્થભાઈ શેઠ દ્વારા વાંચન કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે મહા આરતીમાં ઉપસ્થિત તમામ વિસ્તારના લોકોએ દીવડા અને મોબાઈલની ટોર્ચ લાઈટ થી આરતીમાં ભાગ લેતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું, મહા આરતીના અંતે વિસ્તારના બહેનોએ હોળી રસિયા તેમજ ગરબા લઈને સમગ્ર વાતાવરણને પરંપરાગત રીતે હોળી- ધુળેટીમય બનાવી દીધું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વસ્તિક સોસાયટી તેમજ સદગુરુ કોલોનીના તમામ ભાઈ બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી રાષ્ટ્રીય સેવક સંઘમાંથી વિભાગીય અધિકારીઓ, પ્રચારક, સહ નગર કાર્યવાહ અને નગર કાર્યકરણીના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial